જસદણમાં જવેલર્સની દુકાનમાં નજર ચુકવી દાગીના ચોરતી એક મહિલા પકડાઈ બે ની શોધખોળ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં ચીતલીયા રોડ ઉપર અવસર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઇ વઘાસીયાએ ત્રણ અજાણી મહિલા સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉકત ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માંગી ફરિયાદીની નજર ચૂકવી સોનાની બુટી નંગ-૨ કિં. ૩૫,૦૦૦ ચોરી કરી ગયા હતા.
દરમિયાન આ ફરીયાદ બાદ જસદણના પીઆઇ પી.બી.જાની તથા એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનાર સવિતા હકાભાઇ ભોજવીયા રહે. વડીયા જી. અમરેલીને ઝડપી લીધી હતી. જ્યારે અન્ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઇ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો. 9924014352
Tags:
News