અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયાના વેપારીઓ ને તંત્ર તરફથી મળી રાહત : રોજગાર ધંધા માટે જગ્યાની ફાળવણી થશે

છેલ્લા બે દિવસથી રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને વિછીયાના અસંખ્ય વ્યાપારીઓ ડિમોલેશન ની અંદર જે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા. 
ડિમોલેશનની અંદર રેકડી કેબીન દુકાન તોડી નાખવામાં આવ્યા હતા. આ લોકોને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે અને વ્યવસ્થિત અન્ય જગ્યાએ ધંધો કરવા માટે ઊભા રહેવા દે એવી માંગ સાથે રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા અને પ્રવીણભાઈ સાંકળિયા તેમજ ધીરુભાઈ ઓળકિયા વગેરે આગેવાનો મામલતદાર કચેરી મુકામે આમરણ ઉપવાસ આંદોલનની અંદર બે દિવસથી બેઠા હતા 

જેમાં નાયબ કલેકટર સાહેબ તેમજ મામલતદાર સાહેબ તેમજ અન્ય અધિકારીઓને રજૂઆત કરતાની સાથે જ આ લોકોએ બે દિવસનો ટાઈમ માગ્યો અને બે દિવસની અંદર જે પણ વિછીયા ની અંદર આજુબાજુ ની અંદર જગ્યા પડી છે તે વેપારીઓને આપવામાં આવશે ત્યાં સુધી નાના વેપારીઓ કોઈને નડતરરૂપ ન થાય એવી જગ્યાએ પોતાની રેકડી થી ધંધા રોજગાર કરી શકશે એવી બાહેધરી સાથે તમામ વેપારીઓ અને રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ હાલ આ આંદોલન નું સુખદ અંત આવ્યો છે
વધુ નવું વધુ જૂનું