અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 260 બોટલ રક્ત એકત્ર કરાયું.

જસદણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 260 બોટલ રક્ત એકત્ર કરાયું.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
            જસદણમાં છાયાણી પરિવારની વાડી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણ દ્વારા પોતાના સેવાકીય પ્રવૃત્તિઓના નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રક્તદાન કેમ્પ - 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
     જેમા જસદણ શહેર તથા આજુબાજુના ગામોમાંથી તમામ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરીને 260 જેટલી બોટલનું નાના સેન્ટરમાં વિક્રમજનક રક્ત એકત્ર કરવામાં આવ્યું.

              ટ્રસ્ટ સમાજિક જનજાગૃતિ માટે પણ હંમેશા અગ્રેસર રહ્યું છે, આ તકે નવો જ ચીલો ચાતરી કોઈ આગેવાન કે દાતા નહીં પરંતુ 7 દીકરીઓના હસ્તે રીબીન કાપી, રકતદાન કેમ્પને ખુલ્લો મુકી, સ્ત્રી સન્માનની ભાવના સાથે "આપણું ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન જ્યાં સ્ત્રીઓ સશક્ત, મજબૂત હોય અને તે દેશના સમગ્ર કાર્યમાં સરખી ભાગીદારી હોય" તે દિશામાં આયોજકોએ સમાજમાં પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું.
              આ કાર્યક્રમની સાથે જસદણ શહેરમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો થકી લોકોમાં જાગૃતિ આવે તે માટે રાહત દરે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું. જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

         આ તકે અવતાર ટ્રસ્ટના સભ્યો દ્વારા કાર્યક્રમમાં તન, મન અને ધનથી સેવા આપનાર તમામ દાતાશ્રીઓ તથા રક્તદાન કરનાર દરેક રક્તદાતાશ્રીઓને સ્મૃતિ ભેટ આપી, તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

        આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું