અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પુસ્તકાલયોની બહાર ક્યારે ભીડ થશે ?

વધુ એક વરસ પૂરું થયું છે નવા વરસમાં આપણામાં જરા પણ ફરક પડવાનો નથી આમને આમ દિવસો મહિનાઓ અને વરસો પસાર થઈ રહ્યા છે મરીઝ સાહેબનો એક બહુ ઉમદા શેર છે.

મને એ સમજાતું નથી" મરીઝ "
આ ઉંમર વધે છે કે ઘટે છે?.
આપને એમ માનીએ જે ઈશ્વર છે જ નહી અથવા તો છે .એમ માનીએ એમાં કોઈ તકલીફ નથી .પણ બીજા પણ આપને માનીએ તે જ માને એ બરાબર નથી .
આપની સૌથી મોટી તકલીફ કઈ છે ? તમને ખબર છે? આપને કોઈને ખુશ સુખી જોઈ શકતા નથી .કોઈ ખુશ હોય તો આપના મનમાં ચચરે છે કે આ આટલો બધો ખુશ કેમ છે? મનમાં બળતરા થાય છે .આપણને ગમતું નથી.કોઈની તકલીફ મુસીબત કે સમસ્યા આપણાં સીવાય બીજો કોઈ દુર કરી દઈ તો આપણને ગમતું નથી.આ તો હું જ કરી શકું બીજાનું કામ નહી .એમ આપના મનમાં થાય છે થાય છે ને? મને પણ થાય છે.
આપણે ઈશ્વર છે એમ માનીએ એટલે પહેલા તો ઈશ્વરના અસ્તિત્વને માનવું પડે .કોઈ પણ સાબિતી વગર એની હાજરી માનવી પડે ઈશ્વર કોણ છે? ઈશ્વર ક્યાં હશે? ઈશ્વર કેવો દેખાતો હશે ? ઈશ્વર ક્યાં રહેતો હશે? એ બધા સવાલો પુછાઇ નહીં.અને જો ભૂલેચૂકે પૂછવા ગયા તો તો તમામ ધરમના અનુયાયીઓ અલગ અલગ જાતજાતના જવાબો આપશે.એ સ્વાભાવિક છે કોઈ પણ જાતની સાબિતી વગર દલીલો કરશે .જે આપને માનવાના નથીં .
કોઈ તો અદ્રશ્ય શક્તિ છે જે આટલા મોટા પાયા પર નિયમિત રીતે બધું ચલાવે છે? બરાબર સંચાલન કરે છે રાત દિવસ નિયમિત થાય છે ક્યાંકને ક્યાંક દરેક પળે નવા બાળકનો જન્મ થાય છે જે લખેલું હોય છે એ જ સમયે મોત આવે છે સુરજ ચાંદ ઊગે છે આઠમે છે ઝરણાં વહેતા રહે છે કોઈ તો છે જે આપણા જીવનમાં મેઘધનુષી રંગો પૂરતું રહે છે આપના જીવનને જીવવા જેવું બનાવે છે.
જો આપણે ઈશ્વરના અસ્તિત્વ વ્યક્તિત્વને માનીએ કે ના માનીએ એમાં ઈશ્વરને કેટલું નુકસાન કે ઈશ્વરને કેટલો ફાયદો એવા સવાલોના જવાબ કોઈ દિવસ મળવાના નથી .
આપને સારા ભલાઈના કામો કરીએ નેક ઇન્સાન બનીએ લોકોને મદદરૂપ થઈએ જેમને જરૂર હોય એમને દવાદારૂ માટે રૂપિયા આપીએ બીમાર લાચારોની સેવા કરીએ કોઈ જરૂરિયાતમંદને સ્કુલમાં દાખલ કરીએ સ્કુલ ફી ટ્યૂશન ફી ભરી દઈએ કોઈ નાના વેપાર કરનારાને માલ ભરાવી આપીએ જેથી પેલા ભાઈ મહેનત કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે આપના રૂપિયા હપ્તે હપ્તે લઈએ વ્યાજ વગરની લોન આપીએ પરોપકારી બનીએ તરસ્યાને પાણી ભુખ્યાને ભોજન પૂરું પાડીએ તો કદાચ ઈશ્વર જો હોય તો વધુ રાજી થશે અને પ્રસન્ન થશે 
ઈશ્વર છે એની સાબિતી આપણને ઘણી વાર મળે છે મને ઘણી વખત અનુભવ થયો છે કે અમુક વખત આપણું કોઈ કામ અટકતું હોય આપને ફિકર ચિંતા કરતા હોય એ કામ અચાનક થઈ જાય છે કોઈ અદ્રશ્ય શક્તિ આપણને મદદ કરી જાય છે તમને પણ કોઈ આવો અનુભવ થયો હશે .
માત્ર ભેગું કરતા રહીશું તો આપણે આપણી ધનદોલતના માલીક નહી ચોકીદાર જ ગણાઈએ.ઉપર કશુ સાથે લઈ જવાતું નથી છતાં આટલી બધી રામાયણ છે .આપણે બધું જાણતા સમજતા હોવા છતાં માનવા તૈયાર જ નથી 
વિશ્વવિજેતા સિકંદર આખી દુનિયા જીતીને પણ હારી ગયો હતો વસિયત કરી હતી કે જે વખતે હું આ દુનિયામાંથી વિદાય લઉં તે વખતે મારા બે ખાલી હાથ બહાર રાખજો જેથી દુનિયામાં લોકોને ખબર પડે કે વિશ્વવિજેતા સિકંદર પણ આ દુનિયામાંથી ખાલી હાથે જ ગયો 
ઈશ્વરનું નામ સાંભળી આપણે કોઈ ખોટા કામ ના કરીએ થોડો ઈશ્વરનો ડર રાખીએ પાપો ઓછા કરીએ શાંતીથી જીવીએ અને જીવવા દઈએ કોઈનું કામ થતું હોય તો આપણે વચમાં નડીએ નહીં એજ કદાચ નવા વરસનું પહેલું પુણ્યનું કામ કહી શકાય.
ધર્મસ્થાનો પર થતી ભીડ જ્યાં સુધી લાયબ્રેરી પુસ્તકાલય તરફ નહી જાય ત્યાં સુધી આ તકલીફ રહેવાની જ છે 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું