જસદણના આટકોટની કે ડી પરવાડીયા હોસ્પિટલમાં એક મહિલાનું જટીલ ઓપરેશન પૂર્ણ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ ના આટકોટ ખાતે આવેલ કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પપ વર્ષીય મહિલાને છેલ્લા એક વર્ષથી અંડાશયની મોટી ગાંઠ હોવાના લીધે પીડા હતી. પરંતુ ઘણી હોસ્પિટલમાં તપાસ કરાવી બાદ જટિલ ઓપરેશન હોવાથી રાજકોટ કે અમદાવાદ જવા સલાહ આપેલી. ત્યાર બાદ દર્દી આ હોસ્પિટલ સારવાર માટે આવેલ. જરૂરિયાતના રિપોર્ટ બાદ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ગાયનેક સર્જન ડો.રાહુલ સિંહાર તેમની ટીમ તેમજ એનેસ્થેટીક ડો.ચંદ્રેશ વોરા તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર ડો.નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ મહિલાનું ઓપરશન અતિ આધુનિક સાધનો ની મદદથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. દર્દીનું ઓપરેશન કરી આશરે બે કિલોની ગાંઠ કાઢવામાં આવેલ. નોંધનીય છે કે આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં છેલ્લાં થોડાં માસમાં હજજારો દર્દીઓને સારવાર મળી છે જેનો સઘળો યશ ડો. ભરતભાઈ બોઘરાને ફાળે જાય છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News