- વિંછીયા નજીક હિંગોળગઢના જંગલમાં 2 પ્રેમી પંખીડાની લાશ મળી
વિંછીયા થી ફક્ત ૧૦ કિલોમીટર દૂર આવેલ હિંગોળગઢ અભયારણ્ય માંથી વિંછીયા પોલીસ ને ૨ પ્રેમી પંખીડાઓની લાશ મળી હતી,
ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળેલ કે બંને વિંછીયા ના હિંગોળગઢના જંગલ માં ગળાફાંસો ખાઈ ને આપખત કરેલ છે તેવું જણાય છે તેમજ આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.
આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આપઘાત કરવા પાછળ શું કારણ હોઈ શકે તેની કોઈ માહિતી વિગતે મળી નથી.
ત્યારબાદ બંને લાશ ને વિંછીયા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી
મળતી માહિતી મુજબ મૃતક યુવક નું નામ રાયધનભાઈ હરજીભાઇ હતું , અને તે વિંછીયા ની નજીક આવેલ અજમેર ગામ નો રહેવાશી હતો
પોલીસે હાલ આ મામલે જરૂરી કાર્યવાહી સાથે મરણ ગયેલ યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છેકે પછી તેઓની હત્યા કરાઈ હશે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે તેમ છે.વધુ માહિતી વિંછીયા પોલીસ દ્વારા હાથ પાડવામાં આવશે ત્યાર બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે
- યુવક અને યુવતીએ આપઘાત કર્યો કે પછી હત્યા ? તપાસનો વિષય