અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પતંગનો પેચ લડાવવાનું સાયન્સ:આ ઉત્તરાયણે ખેંચીને પતંગ કાપવા છે કે પછી ઢીલ દઈને ? એક્સપર્ટ પતંગબાજ તમને શીખવે છે પેચ કાપવાનું સિક્રેટ!

પતંગનો પેચ લડાવવાનું સાયન્સ:આ ઉત્તરાયણે ખેંચીને પતંગ કાપવા છે કે પછી ઢીલ દઈને ? એક્સપર્ટ પતંગબાજ તમને શીખવે છે પેચ કાપવાનું સિક્રેટ!

ઉત્તરાયણ તો ભાઈ અમદાવાદની જ હોં..! એમાં પણ અમદાવાદની પોળની ઉત્તરાયણની વાત જ અલગ છે. પતંગ ચગાવવાના શોખીનો કાંઈ એમને એમ જ થોડા પતંગ ચગાવવા ખાસ અમદાવાદની પોળોમાં જાય છે.

 અરે, પોતાનું ધાબું ન હોય તો હવે તો લોકો ભાડેથી પોળના ધાબા રાખીને પતંગ ઉડાડવા જાય છે. પતંગ ઊડે એટલે એક જ ધ્યેય હોય કે મસ્ત પેચ લડાવો. પેચ લડાવો એટલે સામેવાળાની પતંગ કાપો જ કાપો... પતંગ કાપવી એ પણ એક આર્ટ છે. 

uttarayan-to-cut-the-kite-by-pulling-it-or-by-letting-it-go-expert-kitesurfer-teaches-you-the-secret-of-patch-cutting


આજે એક્સપર્ટ એવા યંગ પતંગબાજ પાસેથી પતંગ કાપવાની બે રીત- ખેંચીને અને ઢીલ મૂકીને કેવી રીતે કાપવી એનું સિક્રેટ પોતાના વાચકમિત્રો માટે લઈ આવ્યું છે.

uttarayan-to-cut-the-kite-by-pulling-it-or-by-letting-it-go-expert-kitesurfer-teaches-you-the-secret-of-patch-cutting

પતંગ માટે સૌથી અગત્યની છે એની કિન્ના

અમદાવાદની રાજામહેતાની પોળના કાનજી દીવાનના ખાંચામાં રહેતા યુવા પતંગબાજ શ્રીજી દરજી પાસે પહોંચ્યું દિવ્ય ભાસ્કર. શ્રીજી દરજી વ્યવસાયે ફાઇનાન્સ કન્સલ્ટન્ટ છે અને યુવા પતંગબાજ પણ છે. તેમણે પતંગ કાપવાની ટ્રિક જણાવવાની શરૂઆત કિન્ના બાંધવાની આર્ટથી કરી. કિન્ના બાંધવા પતંગની સળી લાગેલી હોય એની પાછળની બાજુએ ઉપર ક્રોસમાં 2 અને નીચે ઢઢ્ઢાની સપોર્ટ પટ્ટી પાસે બે એમ ચાર કાણાં પાડવાં પડે. ડબલ દોરી કરી ઉપર ત્રણ અને નીચે ત્રણ ગાંઠ બાંધી બરાબર શૂન્ય-શૂન્યની કિન્ના બાંધવી પડે, જેથી ગમેતેવા પવનમાં પણ પતંગ સ્થિર રહી શકે.


પોળનો છોકરો જાતે જ ફીરકી પકડી પતંગ ઉડાડે

શ્રીજીએ પતંગની કિન્ના બાંધીને પતંગ ઉડાડવાની શરુઆત કરી, એક હાથે પતંગની દોરી પકડી ને બીજા હાથે ફીરકી. અમે પૂછ્યું કે "ફીરકી કેમ કોઈને પકડાવતા નથી?" તો હસતા મોઢે શ્રીજીએ કહ્યું, "પોળનો છોકરો કોઈની જોડે ફીરકી ના પકડાવે, કારણ કે કોઈ ફીરકી પકડનારું હોતું જ નથી. પોળનો પતંગબાજ નાનપણથી જાન્યુઆરીનો મહિનો ધાબે જ કાઢે અને આખો દિવસ તો કોણ બીજું ધાબે હોય. એટલે ધીરે-ધીરે એક હાથે ફીરકી પકડીને પતંગ ચગાવતા પોળના છોકરા શીખી જ જાય."


ખેંચીને પતંગ કાપવો છે.. તો આ રહી ટિપ્સ

શ્રીજીની પતંગ જોતજોતાંમાં આકાશમાં અધ્ધર થઈ ગઈ અને જેમ ટિપિકલી પોળમાં થાય, બીજી પતંગ પેચ લડાવવા નજીક આવી પણ ગઈ. શ્રીજીએ કહ્યું, પોળનો છોકરો આમેય ખેંચીને જ પતંગ કાપવામાં પોતાની શાન સમજે... તમારે ખેંચીને પતંગ કાપવી હોય તો એની બે રીત છે. સામેવાળાની પતંગની નીચે તમારો પતંગ લઈ જઈને ઉપરની દિશામાં ખેંચવાનું શરૂ કરવું અથવા તો તમારો પતંગ ઉપર ફુલ હવામાં લઈ જઈને સામેવાળાની પતંગની ઉપર ઊંધા માથે ગોથ મરાવીને ક્રોસમાં ખેંચવું.

uttarayan-to-cut-the-kite-by-pulling-it-or-by-letting-it-go-expert-kitesurfer-teaches-you-the-secret-of-patch-cutting

ખેંચતા વચ્ચે ખચકાયા તો સમજો તમારી પતંગ ગઈ

પતંગ ખેંચીને કાપવી એ સાતત્યતા માગી લેનારી આર્ટ છે, એમ જણાવી પતંગબાજ શ્રીજીએ ઉમેર્યું કે તમે ઉપરથી ગોથ મારીને પતંગની દોરી ખેંચો કે નીચેથી ઉપર તરફ.. આ બંને સ્થિતિમાં ખેંચવાનું તો સતત ચાલુ રહેવું જ જોઈએ. જ્યાં સુધી સામેવાળાનો પતંગ કપાઈ ન જાય ત્યાં સુધી ખેંચવાનું ચાલુ જ રાખવું. જો અધવચ્ચે તમારા હાથમાં દોરી ભરાઈ ગઈ કે બીજા કોઈ કારણથી ખેંચતાં અટકી ગયા તો સમજો તમારી પતંગ ગઈ.. પરંતુ તમે ખેંચવાનું ચાલુ રાખશો તો 90% કિસ્સામાં સામેવાળાની જ પતંગ કપાશે.


હત્તમતાણું પણ થાય, જે બળિયો હોય તે જીતે

પતંગ ખેંચવાની આર્ટ વિશે સમજાવતાં શ્રીજીએ કહ્યું, ક્યારેક હત્તમતાણું પણ થઈ જાય તોપણ ગભરાવાનું નહીં. અમને વળી થયું કે આ હત્તમતાણું એટલે શું? અમે સવાલ કર્યો તો શ્રીજી દરજીએ કહ્યું, જ્યારે બંને પક્ષે ખેંચવાવાળા બળિયા હોય અથવા પતંગ ઘણો નીચે હોય અને પેચ લાગી જાય તથા બંને ખેંચે તો હત્તમતાણું થાય. હત્તમતાણું એટલે જે બે પતંગ વચ્ચે પેચ લાગ્યા છે એને ચગાવવાવાળા બંને જણાની વચ્ચોવચ્ચ બંને પતંગ આવી જાય એવી સ્થિતિ. આવામાં એકેય બાજુ ખેંચવા દોરી વધતી જ નથી અને પતંગો બંનેની વચ્ચે આવી જાય. આ સ્થિતિમાં જે ખેંચવાવાળો બળિયો હોય તેની જ જીત થાય, કારણ કે હારવાવાળાના હાથમાં તો ચીરા પડી ગયા હોય એટલે તે દોરી છોડી જ દે અને તેની પતંગ કપાઈ જાય છે.

uttarayan-to-cut-the-kite-by-pulling-it-or-by-letting-it-go-expert-kitesurfer-teaches-you-the-secret-of-patch-cutting

હવે બીજી રીત, ઢીલ આપીને પેચ કાપવો

ખેંચીને બે પતંગ કાપ્યા બાદ શ્રીજીએ અમને ઢીલ દઈને પતંગ કાપવાની રીત પણ શીખવી. તેમનું કહેવું હતું કે "જેમને ખેંચવામાં કોન્ફિડન્સ ન હોય અથવા ઘણા લેડીઝ ખેંચી નથી શકતા તો તેઓ ઢીલ દઈને પણ પેચ કાપી શકે છે. ઢીલ દઈને પેચ કાપવાની એક જ રીત છે કે તમારો પતંગ ફુલ હવામાં રાખો અને ભારે દોરી છોડો. આનાથી તમારા પતંગનું વજન વધી જશે અને જેવું સામેવાળા ખેંચવાનું કે ઢીલ દેવાનું શરૂ કરે તમે દોરી છોડવા માંડો. સામેવાળાનો પતંગ કપાશે જ... પણ શરત એટલી કે તમારે દોરી છોડતા રહેવાનું." ઢીલ દઈને પતંગ કાપવાના શોખીનોએ વધુ દોરીનો સ્ટોક કરવો પડે, કારણ કે ક્યારેક ભારે દોરીમાં પતંગ પણ કપાઈ જાય છે.


ખેંચવા માટે 6 કે 9 તારની દોરી વધુ અનુકૂળ

પતંગબાજ શ્રીજીએ એમ પણ જણાવ્યું હતું કે જેને ખેંચીને જ પતંગ કાપવાનો શોખ છે તેમના માટે 6 કે 9 તારની દોરી જ વધુ અનુકૂળ છે. 12 તારની દોરીની આમેય કોઈ જરૂર નથી હોતી. ઊલટાનું 12 તારની દોરી પક્ષીઓને પણ વધુ નુકસાન કરે છે અને વધુ દોરીને કાચ પિવડાવાની પણ જરૂર નથી. તમારી ક્ષમતા અને ખેંચવાની તાકાત પર જ પેચ કાપવાનો આધાર રહેલો છે. આ સ્થિતિમાં ખેંચીને પતંગ કાપવા ઈચ્છતા હોય તેવા લોકોએ તો 6 તાર કે બહુ-બહુ તો 9 તારની જ દોરી કરાવવી જોઈએ.

uttarayan-to-cut-the-kite-by-pulling-it-or-by-letting-it-go-expert-kitesurfer-teaches-you-the-secret-of-patch-cutting

ખેંચવા માટે મીડિયમ પતંગ, ઢીલ માટે મોટો પતંગ

હવે આવ્યું પતંગનું સિલેક્શન. તો શ્રીજી દરજીએ કહ્યું, ખેંચવાના શોખીનો માટે તો મીડિયમ પતંગ જ કાફી છે. બહુ મોટી પતંગ હોય તો ખેંચવામાં ભારે પડે અને આંગળા પણ ચીરાઈ શકે છે. તદુપરાંત પવન વધારે હોય તો ભારે પતંગ હાથમાં રહેતો નથી. આના બદલે મીડિયમ સાઈઝના પતંગ જ ખેંચીને કાપવા માટે વધુ અનુકૂળ રહે છે. જ્યારે ઢીલ આપીને પતંગ કાપવાના શોખીનો માટે મોટો પતંગ વધુ અનુકૂળ રહે છે, પરંતુ આવા પતંગની એક જરૂરિયાત એ હોય છે કે એને સતત હવામાં રાખવા પડે ,જેથી એના વજનથી જ સામેવાળાની પતંગની દોરી અડતાં જ કપાઈ જાય.

વધુ નવું વધુ જૂનું