અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસતાક દિનની ઉજવણી 22 જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કરીયાણાની વસ્તુઓ આપીને કરવામાં આવી

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસતાક દિનની ઉજવણી 22 જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કરીયાણાની વસ્તુઓ આપીને કરવામાં આવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
 26 મી જાન્યુઆરી - પ્રજાસતાક દિનની ઉજવણી અવતાર ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે સેવા કરીને કરવામાં આવી.
અવતાર ટ્રસ્ટના યુવાનો દ્વારા જસદણ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે લીલાપુર,અમરાપુર,વિંછીયા કોટડા,જંગવડ,આટકોટ,ઊંટવડ,જીવાપર, વિરનગર ગામમાં વસતા 22 જરૂરિયાત મંદ પરિવારોને તેમની ઘરે રૂબરૂ જઈને અનાજ કરિયાણાની કીટ આપવામાં આવી હતી.જેમાં ઘઉં,તેલ,ચા,મગ,દાળ,ખાંડ તુવેર દાળ,ગોળ,મરચું, બેસન હળદર,મીઠું,સાબુ,વૃદ્ધ માતાઓ માટે સાડી વગેરે જેવી જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી.
દર વર્ષે અવતાર ટ્રસ્ટના યુવાનો દ્વારા આ જ રીતે જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કરિયાણાની કીટ આપીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું