અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપને 26 મી જાન્યુઆરીનું સાચું મહત્વ જાણીએ છીએ ખરા ?

આપને 26 મી જાન્યુઆરીનું સાચું મહત્વ જાણીએ છીએ ખરા ?

આપને ત્યા વિવિધ પ્રદેશના અલગ અલગ તહેવારો આપને બધા ધામધુમથી ઉજવીએ છીએ 26 મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટ વચ્ચેના તફાવતની પણ અમુકને ખબર નથી .અરે સ્વતંત્ર દીવસ અને પ્રજાસતાક દીવસ પણ પુરુ બોલી શકતા નથી .
અલગ અલગ સંસ્કૃતિ અલગ શેલી અલગ રીતભાત છતાં આપને તહેવારો બરાબર ઉજવીએ છીએ.
15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી આપના રાષ્ટ્રીય તહેવારો છે .આ બે દિવસ આપણામાં દેશપ્રેમ અને દેશભક્તિની લાગણી જગાડવા આ બે તહેવારો ખુબ જ મહત્વપૂર્ણ છે આપની બનાવટી દેશભક્તિ આ બે દિવસ પુરતી જ સીમિત કેમ છે? એમાં આપના શાળા કોલેજના વિધાર્થીઓ અને સરકારી કર્મચારીઓ તો માત્ર એક રજા મળશે એમ માનીને ખુશ થાય છે .
એક હક્કીત છે કે 15 મી ઓગસ્ટ ના દિવસે ઘરે ઘરે તિરંગો લહેરાવાલામાંથી 80 ટકા ક્યાં ખોવાઈ ગયા ? આપને બનાવટી દંભી દેશભક્તિનો ઊભરો માત્ર 6 મહિનામાં જ સોડાની માફક કેમ બેસી ગયો?  
ખરેખર આ બે દિવસના તહેવારો ખુબ જ મહત્વપૂર્ણ છે આપનાં સૌથી મોટા તહેવારો છે 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે ભારત સરકારના અધિનિયમ એકટ 1935 ને હટાવીને ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું 
આ દિવસથી ખરા અર્થમાં પ્રજાને સત્તા આપવામા આવી હતી.
આજે ખરેખર પ્રજા પાસે સત્તા છે ખરી? આપને સાચી આઝાદી મેળવી છે ખરી? ,આપને સાચા અર્થમાં આઝાદ છે ખરા? કે આઝાદ દેશના ગુલામ છે? કે માત્ર વોટ આપનાર મશીન બની ગયા છે? જેને માત્ર મતદાન વખતે માત્ર એક જ વખતે ચાવી ભરી ચલાવવામાં આવે છે? પછી 5 વરસ સુધી ચાવી કાઢી નિર્જીવ કરી દેવામાં આવે છે ?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું