અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયામાં કેબિનેટ મંત્રીની હોસ્ટેલમાં રહેતી ધો.10માં ભણતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ જીવ દીધો

વીંછિયામાં કેબિનેટ મંત્રીની હોસ્ટેલમાં રહેતી ધો.10માં ભણતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ જીવ દીધો

વીંછિયાના અમરાપુરમાં આવેલી કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હોસ્ટેલમાં રહીને આદર્શ માધ્યમિક શાળામાં ધો.10 માં અભ્યાસ કરતી છાંસિયા ગામની કાજલ મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જોગરાજીયા નામની વિદ્યાર્થિનીએ શાળાના ગ્રાઉન્ડમાં ઝાડ સાથે દોરી બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
ઘટનાના પગલે પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

મૃતક હોસ્ટેલમાં જ રહેતી હતી. આ શાળાનું સંચાલન ધારાસભ્ય કુંવરજીભાઈની દીકરી ભાવનાબેન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વિદ્યાર્થિનીને પરીક્ષાનું ટેન્શન હતું કેકોઈ કારણોસર આ પગલું ભર્યું તે જાણવા તપાસ આરંભાઇ છે.

મારી દીકરી કાજલ ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. મારે 4 સંતાન છે અને કાજલ બીજા નંબરની હતી અને તે આ સંસ્થામાં બે વર્ષથી અભ્યાસ કરતી હતી. મને રાત્રે 10 વાગ્યા આસપાસ સંસ્થામાંથી ફોન આવ્યો હતો અને પછીની 10મી મીનિટે ધારાસભ્યનો ફોન આવ્યો કે તમે વિંછીયા દવાખાને
આવો, તમારી દીકરીને ત્યાં લઇ ગયા છીએ. લોકો કહે છે કે દોરી સાથે ફાંસો ખાધો છે. અમે સીધા દવાખાને જ ગયા હતા. તેને ભણવાની કોઇ ચિંતા ન હતી, તે ક્યારેક કહેતી કે બહેન ખારા થાય છે, અમારો વાંક ન હોય તો પણ. મેં
સમજાવ્યું કે બહેન છે, ક્યારેક ગુસ્સે થાય પણ ખરા. આવું પગલું થોડું ભરી લેવાય.
» કાજલના પિતા મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જોગરાજીયા

અમને તો પછી કીધું. સીધા દવાખાને જ બોલાવ્યા હતા. અમને પહેલાં ન કહ્યું. મને તો એવી શંકા છે કે અમારી દીકરીને કોઇએ કશુંક કરી નાખ્યું લાગે છે.આવો
બનાવ બને જ નહીં, મારી છોડીને કોઇ દુ:ખ હતું જ નહીં. તેનેતો આગળ ભણવું હતું.
» વસનબેન મૃતકની માતા

શાળા કે હોસ્ટેલે અમને સાબિતી જ આપી !

તેની બોર્ડની પરીક્ષા હતી.એ લોકો એવું કહે છે કે ફાંસો ખાધો, પણ શાળા કે હોસ્ટેલ સુત્રો પાસે કોઇ સાબીતી જ નથી. હું તેને કાયમ નાસ્તો દેવા જતી, તેણે ક્યારેય કોઇ ફરિયાદ કે તકલીફ જણાવી જ નથી. મારી બેન ફાંસો ખાઇ લે તેવી હતી ન નહીં. ચાલુ સ્કૂલમાં આ બનાવ નથી બન્યો, અમને સમયસર જાણ પણ
ન કરી, 2
» ગુલાબબેન, મૃતકની કાકાની દીકરી બહેન.

વધુ નવું વધુ જૂનું