અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સફળતા અને લોકપ્રિયતામાં અવ્વલ સુપર સ્ટાર રાજેશ ખન્ના


બોલિવુડના સુપરસ્ટાર રાજેશખન્નાનો જન્મ 29 મી ડિસેમ્બર 1942 માં મુંબઈમાં થયો હતો.
રાજેશનું .મુળ નામ જતીન હતું. રાજેશના કાકા ચુનીલાલ અને કાકી લીલાવતી ની: સંતાન હોવાથી તેમને જતીનને ગોદ લીધો હતો.
રાજેશખન્નાએ લગભગ 180 ફિલ્મોમાં અભિનય કર્યો છે એમાં 106 ફિલ્મોમાં તો રાજેશ એકલા જ સોલો હીરો હતા.
આપના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથેની નમકહરામ અને આનંદ બહુ ચર્ચામાં રહી હતી .ઋષિકેશ મુકરજીની આનંદ તો ઓલ ટાઈમ ગ્રેટ ફિલ્મોમાં સ્થાન પામે છે.અમિતાભ બચ્ચનને પણ આનંદ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો .
રાજેશખન્ના અને જીતેન્દ્ર શરૂઆતમાં સાથે સંઘર્ષ કરતા હતા .
રાજેશખન્નાની ફિલ્મોના ગીતોનો પણ રાજેશ ખન્નાની સફળતામાં બહુ મોટું યોગદાન છે. એસ.ડી .બર્મન અને રાહુલ દેવ બર્મન અને લક્ષ્મીકાંત પ્યારેલાલે રાજેશ ખન્ના સાથે ઘણા બધા સુપર દુપર હીટ ગીતો આપ્યા છે.કિશોરકુમાર આર.ડી બર્મન અને રાજેશખન્નાની ત્રિપુટીએ ખુબ જ ધુમ મચાવી હતી 1972 માં આવેલી અમરપ્રેમના ગીત ( 1) ચિંગારી કોઈ ભડકે અને ( 2 ) કુછ તો લોગ કહેગે 
( 3) યે ક્યાં હુવા ખુબ જ લોકપ્રિય થયા હતા 
1972 માં જ આવેલી મેરે જીવન સાથીમાં પણ કિશોર આર.ડી.અને રાજેશે ધુમ મચાવી હતી 
(1)ચલા જાતા હું
(2)દીવાના લે કે આયા હે
( 3) ઓ મેરે દીલ કે ચેન તો હજુ સીનેરસિકો ગણગણે છે.
યશચોપરાની દાગમાં રાજેશ ખન્નાએ પિતા પુત્રનો ડબલ રોલ કરી જોખમ લીધું હતું કેમ કે રાજેશખન્નાની ઇમેજ રોમેન્ટિક સ્ટારની હતી .પણ યશરાજનું બેનર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને કિશોરકુમારના ગીતોએ સુપર દુપર ગીતો આપી ફિલ્મને સુપરહીટ બનાવી .
(1) મેરે દીલમેં આજ ક્યાં હે 
(2) હમ ઓર તુમ.
(3).જબ ભી જી ચાહે  
સુપરહીટ ગયા.
 1967 નું કલ્યાણજી આણંદજીનું સંગીત અને મોહમદ રફી સાહેબે ગાયેલું અકેલે હે ચલે આઓ કહા હો? આજે 55 વરસ પછી પણ સાંભળવું ગમે છે.
શક્તિ સામંતની આરાધનામાં તો એસ.ડી .બર્મન દાદા પોતે મેદાનમાં હતા બરમનદાદાએ આરાધનામાં એક ગીત પણ ગાયું છે કાહે કો રોએ સફળ હોગી તેરી આરાધના ગીત ગાયું હતું બીજા બધા ગીતો સુપર દુપર હીટ થયા હતા જેમાં કિશોરનું યુવાપ્રેમીઓનું રાષ્ટ્રગીત (1) મેરે સપનો કી રાની કબ આઓગી
(2) રૂપ તેરા મસ્તાના ખુબ જ લોકપ્રિય થયા હતા રાજેશની બીજી એક કટી પતંગ પણ સુપરહીટ ગીતોને કારણે ખુબ જ ચાલી હતી .
(1) યે શામ મસ્તાની મદહોશ કીયે જાયે 
(2) પ્યાર દીવાના હોતા હે
(3) યે જો મહોબત હે
(4) જીસ ગલીમે તેરા ઘર ના હો બાલમાં
(5) ના કોઈ ઉમંગ હે ને કોણ ભુલી શકે?
બીજા સુપર દુપર રાજેશના હીટ ગીતોમાં મહેબૂબ કી મહેંદીનું ઇતના તો યાદ હે મુજે અને લતાદીદીનું જાને કયું લોગ મોહબત કિયા કરતે હે આનંદના કહી દુર જબ દીન ઢલ જાયે અને આનંદનું બીજું ગીત જિંદગી કેસી હે પહેલી હાય.1971માં આવેલી સફર ફિલ્મનું જિંદગી એક સફર હે સુહાના સામેલ છે
એ પછી રાજપુત થોડી સી બેવફાઈ અજનબીના ગીતો પણ હીટ ગયા હતા.
રાજેશ ખન્ના માટે એમ કહેવાતું હતું કે છોકરીઓ રાજેશની ગાડી સિગ્નલ પર ઊભી રહે તે વખતે રાજેશની ઝલક મેળવવા પડાપડી કરતી હતી .રાજેશ ખન્ના છેલ્લે ગોવિંદ સાથે સ્વર્ગમાં ઓરિજિનલ અભિનયમાં દેખાયા હતા.રાજેશ ખન્ના માટે કહેવાતું કે 
ઉપર આકા
નીચે કાકા.
રાજેશ ખન્નાના અભિનયની એક મર્યાદા હતી પણ સફળતા અને લોકપ્રિયતામાં રાજેશ ખન્નાનો જવાબ કોઈ નથી.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું