અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ગઢડીયા ગામે ગોડાઉનમાં જુગારની કલબ ધમધમતી'તીઃ ૧૮ પતાપ્રેમી પકડાયા

જસદણના ગઢડીયા ગામે ગોડાઉનમાં જુગારની કલબ ધમધમતી'તીઃ ૧૮ પતાપ્રેમી પકડાયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
પોલીસ અક્ષિક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ ઇન્‍સ. ટી. બી. જાની સ્‍ટાફ સાથે પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્‍યાન સાથેના એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડ તથા સંજયભાઇ મેટાળિયાને મળેલ સંયુકત હકિકતના આધારે જસદણ પો. સ્‍ટે.ના ગઢડિયા ગામે મહેન્‍દ્રભાઇ ધનજીભાઇ ડેરવાળીયાના કબ્‍જા ભોગવટાના ગોડાઉનમાં જુગાર રમતા અઢાર ઇસમોને રોકડ રૂપિયા ૪૯,પ૦૦/- સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્‍સોમાં (૧) મહેન્‍દ્ર ધનજીભાઇ ડેરવાળીયા ધંધો ખેતી રહે. ગઢડીયા, (ર) જીતેશ શામજીભાઇ પરમાર ધંધો મજુરી રહે. ગઢડીયા, (૩) અમીત શીલદાસભાઇ ગોંડલીયા ધંધો મજુરી રહે. ગઢડીયા, (૪) વિશાલ રમેશભાઇ ચાવડા ધંધો મજુરી રહે. ગઢડીયા, (પ) કલ્‍પેશ વલ્લભભાઇ ડેરવાળીયા ધંધો મજુરી રહે. ગઢડીયા, (૬) પ્રેમજી જીવરાજભાઇ ચાવડા ધંધો મજુરી રહે. ગઢડીયા, (૭) જેન્‍તી જીવરાજભાઇ ચાવડા ધંધો ખેતી રહે. ગઢડીયા, (૮) કિશન વલ્લભભાઇ ડેરવાળીયા ધંધો મજુરી રહે. ગઢડીયા, (૯) મગન બેચરભાઇ ડેરવાળીયઇા ધંધો મજુરી રહે. ગઢડીયા, (૧૦) અરવિંદ ભગવાનજીભાઇ પરમાર ધંધો મજુરી રહે. ગઢડીયા, (૧૧) કિશન ધનજીભાઇ ડેરવાળીયા ધંધો ખેતી રહે. ગઢડીયા, (૧ર) વલ્લભ પ્રેમજીભાઇ ઝાપડીયા ધંધો મજુરી રહે. ખાડા હડમતીયા, (૧૩) જેશા કુરજીભાઇ ઝાપડીયા ધંધો ખેતી રહે. ખાડા હડમતીયા, (૧૪) ગલોરધન સાબડીયા ધંધો મજુરી રહે. ખાડા હડમતીયા, (૧પ) વનરાજ વલ્લભભાઇ સદાદીયા ધંધો ખેતી રહે. હાથસણી, (૧૬) સંજય વલ્લભભાઇ સદાદીયા ધંધો ખેતી રહે. હાથસણી, (૧૭) શાંતી ચનાભાઇ ધોરીયા ધંધો મજુરી રહે. હાથસણી તથા (૧૮) જયદિપ પ્રવિણભાઇ સોલંકી ધંધો ખેતી રહે. હાથસણી તા. વિંછીયાનો સમાવેશ થાય છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું