અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં ચેક પરત ફરવાથી આરોપીને કોર્ટએ સજા ફટકારી

જસદણમાં ચેક પરત ફરવાથી આરોપીને કોર્ટએ સજા ફટકારી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના લોહિયાનગર વિસ્તારમાં રહેતા હસમુખભાઈ નાગજીભાઈ ભેંશજાળીયા પાસેથી જસદણમાં જ રહેતાં સુરેશભાઈ ભીખાભાઈ રેણુકાએ તેનાં પરિવાર અને ધંધાના કામે રૂપિયા ૯૫,૦૦૦ રોકડા હાથ ઉછીના લીધા હોય આ પૈસા ફરિયાદીને સમયસર આવી જાય તે માટે સુરેશભાઈએ બેંક ઓફ બરોડાનો ચેક આપેલ ચેકના પૈસા ફરીયાદીને મળી જશે એવું વચન અને વિશ્વાસ આપેલ પરંતુ ચેક ફરીયાદીએ પોતાનાં ખાતામાં બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને લીધે ચેક પરત ફરતાં હસમુખભાઈએ પોતાનાં એડવોકેટ જયદેવ એન રાઠોડ મારફતે કોર્ટમાં જરૂરી આધાર પુરાવા સાથે વિવિઘ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરેલ હતી
 જસદણ કોર્ટમાં આ કેસ લંબાણપૂર્વક ચાલેલો હતો આજે જસદણના ચીફ એડિશનલ જ્યુડીશલ પી એન નવીન સાહેબ દ્વારા પોતાનાં ચુકાદામાં આરોપી સુરેશભાઈને રૂપિયા એક લાખ નેવું હજારનો દંડ અને અને એક વર્ષની સજા અને દંડની રકમ ન ભરે તો વધુ આઠ માસની સજા કરવાનો હુકમ કરેલ હતો આ કામે ફરિયાદી પક્ષે જયદેવ એન રાઠોડ રોકાયા હતા.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું