જસદણના કાળાસર ગામની સીમમાં ૩.૯ર લાખનો દારૂ પકડાયોઃ ૩ શખ્સોની શોધ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા પ્રોહી તેમજ જુગારની બદી નાબુદ કરવા માટે આપેલ સુચના આધારે એલ. સી. બી. ના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા પો. સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ, પો.સબ. ઇન્સ. ડી.જી.બડવા, પો.હેડ.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા, મથુરભાઇ વાસાણી તથા ભોજાભાઇ ત્રમટાને મળેલ હકીકત આધારે જસદણ પો.સ્ટે. વિસ્તારના કાળાસર ગામની સીમમાં રેઇડ કરી ૩.૯ર લાખના દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
જયારે દારૂનો જથ્થો મંગાવનાર (૧)લલીત ઉર્ફે સાંગો શામજીભાઇ વાસાણી રહે. કાળાસર (ર) વિશાલ શામજીભાઇ વાસાણી રહે.કાળાસર તથા (૩) કલ્પેશભાઇ ભનાભાઇ વાસાણી રહે. કાળાસર મળી ન આવતા ત્રણેયની શોધખોળ હાથ ધરાઇ છે.
રૂરલ ક્રાઇમ બ્રાંચે અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બીયર ટીન તથા વિદેશી દારૂના પાઉચ નંગ ર૬૪૦ કિ. રૂા.૩,૯ર,૬૪૦ તથા મો.સા.નંગ-૧ કી. રૂા.ર૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂા. ૪,૧ર,૬૪૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News