અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વ્હોરા ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ જામનગર થી અમદાવાદ રવાના: રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર દીદાર આપ્યાં

વ્હોરા ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ જામનગર થી અમદાવાદ રવાના: રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર દીદાર આપ્યાં 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૭
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) જામનગરમાં ગત શનિવારે વ્હોરા સમાજનાં મહાન ઓલિયા ઈસ્માઈલ બદરુદ્દીન સાહેબના ઉર્ષ નિમિતે ખાસ પધરામણી કરી હોય ત્યારે આજે મંગળવારે ચોથા દિવસે જામનગરથી અમદાવાદ રેલ્વે દ્વારા રવાના થતાં બહોળી જામનગરના પાક વ્હોરા બિરાદરોએ ભારે હૈયે વિદાય આપી હતી સમાજના ભાઈ બહેનો અને બાળકો રીતસરના રડી પડ્યા હતા નામદાર ડો. સૈયદના સાહેબ ગત શનિવારના રોજ મુંબઈથી જામનગર ખાસ ઉર્ષ નિમિતે પધારેલ હતાં
 દરમિયાન ચાર દિવસમાં જિયારત નમાજ વાએઝ જેવાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં રાજકોટ ભાવનગર જસદણ વાંકાનેર મોરબી જુનાગઢ અમરેલી ધોરાજી પોરબંદર જેતપુર બોટાદ ગિર સોમનાથ સુરેન્દ્રનગર જેવાં સૌરાષ્ટ્રના અનેક ગામોના હજજારો વ્હોરા બિરાદરોએ સૈયદના સાહેબના ધાર્મિક કાર્યમાં ભાગ શ્રદ્ધાના ફુલો ન્યોછાવર કર્યાં હતાં 
આ દરમિયાન જામનગરના ચાર દિવસના રોકાણ બાદ આજે તાજદાર ડો. સૈયદના સાહેબ રેલ્વે માર્ગે અમદાવાદ વ્હોરા સમાજના ૩૨માં દાઈ સૈયદના કૂત્બુદ્દીન શહિદના ઉર્ષ મુબારક પ્રસંગે જતાં હોય ત્યારે રસ્તામાં આવતાં મહત્વના સ્ટેશનો પર વ્હોરા સમાજને પ્લેટફોર્મ પરથી દીદાર આપ્યા બાદ અમદાવાદ પહોંચી ગયાં હતાં દરેક રેલ્વે સ્ટેશન પર વ્હોરા બિરાદરો ભાવવિભોર બની તેમનાં દર્શન કર્યાં હતાં આ અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના સામાજિક અગ્રણી કાર્યકર હોઝેફાભાઈ શાકીરએ જણાવ્યું હતું કે નામદાર ડો. સૈયદના લાંબા સમય બાદ ડો. સૈયદના સાહેબની જામનગર પધરામણી થઈ હોવાથી તેમનો લાભ અનુયાયીઓ તો મળ્યો પણ અન્ય રાજકીય સેવકોને પણ લાભ મળ્યો તે અમારે માટે ગૌરવની વાત છે 
ads
અને આમેય ડો. સૈયદના સાહેબ વિશ્વ લોક કલ્યાણકારી હોવાથી તેમનો પડ્યો બોલ ઝીલાય છે. આજે રાજકોટ થોડીવાર માટે પધારતા અમને રૂહાની આનંદ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતાં વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ફરી વળ્યાં હતાં.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું