WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ: મોટા દડવાના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી નવ વ્યાજખોરો સામે ગુન્હો દાખલ

જસદણ: મોટા દડવાના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી નવ વ્યાજખોરો સામે ગુન્હો દાખલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના આટકોટ પોલીસ મથક હેઠળ આવતાં મોટા દડવાના વેપારી પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ૯ વ્યાજખોરો સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ થતા પોલીસે ગુન્હો દાખલ કરી બે વ્યાજખોરોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આટકોટના મોટા દડવા ગામે રહેતા વેપારી કિશોરભાઇ બેચરભાઇ રાદડીયાએ (૧) નિલેષ વિભા સોનારા રહે. મોટા દડવા (ર) દીવુ નટુભાઇ ધાધલ રહે. મોટા દડવા (૩) અરવિંદ સોલેરા રહે. જસદણ (૪) તુષાર સોલેરા રહે. જસદણ (પ) એભલ મેણંદભાઇ લાવડીયા રહે. મોટા દડવા, વાડી વિસ્તાર (૬) જગદીશ લાવડીયા રહે. નાના માંડવા તા. કોટડા સાંગાણી (૭) સાતા ખોડાભાઇ મેવાડા જાતે ભરવાડ રહે. મોટા દડવા (૮) સંજય દેવાયત બોરીચા રહે. મોટા દડવા રે. હાલ રાજકોટ તથા (૯) મુકેશ શંભુભાઇ ઠુમ્મર રહે. રાજપીપળા તા. કોટડા સાંગાણી સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત આરોપીઓએ નાણા ધીરધારના લાયસન્સ વગર ફરીયાદીએ અલગ-અલગ ઉંચા વ્યાજના દરે રૃપીયા આપી ઉંચા વ્યાજની તથા રકમની પઠાણી ઉઘરાણી કરી હતી તેમજ આરોપી દીધુ ધાંધલએ બળજબરીની ફરીયાદીના કબ્જાની મશીનરી લઇ લીધી હતી તેમજ અન્ય આરોપીઓએ વ્યાજ અને મુદલ રકમની ઉઘરાણી માટે ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ઉકત ૯ વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કર્યો હતો. આટકોટના પીએસઆઇ જે.એચ. સીસોદીયાએ ૯ પૈકી એભલ લાવડીયા તથા સાતા મેવાડાની ધરપકડ કરી અન્ય ૭ ની શોધખોળ હાથ ધરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો