અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં પણ ઠંડીના પગલે ગુરુવારથી શાળાનો સમય સવારે આઠનો કરાયો

જસદણમાં પણ ઠંડીના પગલે ગુરુવારથી શાળાનો સમય સવારે આઠનો કરાયો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી બી એસ કૈલાએ દરેક શાળાઓને સવારની પાળીનો સમય આઠ વાગ્યાનો કરવાની સખત સુચના આપતાં જસદણની કેટલીક શાળાઓએ ગુરુવારથી સમયમાં ફેરફાર કર્યો હોવાનો મેસેજ વિદ્યાર્થી સુઘી પહોચાડી દીધો હતો શહેરની વિખ્યાત આસ્થા સ્કુલના સંચાલકોએ પણ આ જાહેરાત સત્તાવાર કરી દીધી છે રાજકોટમાં એક વિદ્યાર્થીનીનું ચાલું કલાસે કડકડતી ઠંડીમાં મોત થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું કાલથી જે શાળા સંચાલકો આ નિયમનો ભંગ કરશે તો તેમની પર એફ આર આઈ દાખલ કરવાની પણ તૈયારી શિક્ષણ વિભાગે કરતાં આના પગલે મનમાની ચલાવતાં શાળા સંચાલકો પણ કાલ ગુરૂવારથી શિક્ષણતંત્રનો આ નિયમ ચુસ્તાથી પાળશે એમ જાણવા મળેલ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું