અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપના ત્યા શાળા કોલેજો વિધાધામો છે કે ફાઈવ સ્ટાર હોટલ

આપણે ત્યાં વરસોથી શિક્ષણ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે જે સૌથી મહત્વની વાત છે તે શિક્ષણ પર ક્યારેય ધ્યાન અપાતું જ નથી . ધીમે ધીમે શાળા કોલેજ કરતા ટ્યુશન કલાસોનુ મહત્વ ક્યારે વધી ગયું ખબર જ ના પડી .સાચું શિક્ષણ હવે ખોવાઈ ગયું છે .આપણી શિક્ષણ આપવાની પદ્ધતિ બદલવાની જરૂર છે 

વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો શુભ ચિંતકો બધા જ આજની શિક્ષણ આપવાની પધ્ધતિથી ખાસ્સા નારાજ છે 
બાળકનું બચપણ યુવાનોની તાજગી આજના શિક્ષણમાં ગુમ થઈ જાય છે .
શિક્ષણ એક કળા છે એમ આપણે માનીએ છીએ પણ એ કળા ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ છે એને ફરી સજીવન કરવા શુ કરવુ જોઈએ એ અંગે કોઈ વિચાર પણ કરવા તૈયાર નથી 
એક વાત તો આપણે કબુલવી પડશે કે આપના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ રસપૂર્વક ભણી શકે એવું વાતાવરણ ઉભું કરવામાં આપણે નિષ્ફળ ગયા છે આમાં વિદ્યાર્થીઓ શાળામાં હોંશે હોંશે વર્ગખંડોમાં હાજર રહી રસપુર્વક ભણે એ માટે ક્યાં ક્યાં પગલાં ભરવા જોઈએ એ કોઈને ખબર જ નથી .કોઈની પાસે કોઈ નક્કર ઠોસ વાત જ નથી .નિરસતા ઉદાસી નિરંતર ચાલતા જ રહે છે 
આપણે બાળકોને શિક્ષણ આપવાનો મતલબ શુ ? હેતુ શુ છે? બાળક મોટું થાય તે વખતે પોતાના પગ પર ઊભું રહી શકે આવનારી પેઢી સ્વતંત્ર રીતે આર્થિક રીતે પ્રગતિ કરી શકે એ વાત બરાબર છે પણ પણ પોતાના શિક્ષણથી પરિવાર સમાજ દેશને નવી ઊંચાઈ નવું શિખર કઈ રીતે સર કરવું એ કેટલા શિક્ષિત યુવાનો કરી શકે છે ?,
જો તમારી ડીગ્રી તમને એકબીજા પ્રત્યે આદર માન સન્માન સત્કાર શીખવી ના શકે તો તમારી ડીગ્રી માત્ર કાગળ જ છે એમ સમજવું 
આપણે શિક્ષણ સાથે કેળવણી આપવાનું સાવ ભુલી ગયા છે .માત્ર પુસ્તકિયા શિક્ષણથી ક્યારે ય કોઈનું ભલું થવાનું નથી ડીગ્રીવાલા શિક્ષિત યુવાનોની સંખ્યા દર વરસે વધતી જાય છે આપના આ હોનહાર તેજસ્વી યુવાનો ચાહની કીટલી અને પાનના ગલ્લે ભીડ વધારતા જાય છે  
હવે એ જમાનો ગયો કે પિતાના એક ફોન પર નોકરી મળી જતી હતી સરકારી નોકરી સીવાય ડિગ્રીની બજારમાં કોઈ જ વેલ્યુ નથી તમારી યોગ્યતા તમારું વિજન જ તમારી દુરંદેશી જ તમને આગળ લઈ જશે તમારા કામથી જ તમારી ઉપયોગીતા સાબીત તમારે કરવાની છે 
મોટી મોટી કંપનીઓ યુવાનોને નોકરી આપવા તૈયાર નથી કેમ કે આ યુવાનો બિઝનેશ શીખી પોતાનું અલગ સાહસ કરે કે હરીફ કંપનીઓમાં ચાલ્યા જાય કંપનીઓને ઓછા પગારે ગદ્ધા વેતરું કરતા પગરદારો જોઈએ છે જે ચુપચાપ કામ કરતા રહે 
યુવાધનને સારું અને સાચું કામ કોણ આપશે?
અબ્બાસભાઈ કૌકાવાલા 
સુરત
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો