અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના આટકોટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: ચાલક ફંગોળાઈ જતાં મોત

જસદણના આટકોટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: ચાલક ફંગોળાઈ જતાં મોત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના આટકોટ-રાજકોટ રોડ ઉપર આટકોટથી એક કિ.મી. દુર બે ટ્રક સામ-સામે અથડાતા એક ટ્રકનો ચાલક ફંગોળાઇ જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્‍થળે જ મોત થયું હતું.
આ અંગે પ્રાપ્‍ત વિગતો મુજબ આટકોટ પાસે આવેલ શિવ-વિહાર હોટલ પાસે આટકોટ તરફથી રાજકોટ તરફ જતા ટ્રક નં.જીજે-૩-બીડબ્‍લ્‍યુ-૪૦૧૦ના ચાલકે કોઇ કારણોસર સ્‍ટીયરીંગ પર કાબુ ગુમાવતા સામેથી આવતા ટ્રક નં. જીજે-યુયુ-૫૫૦૧ સાથે ડીવાઇડર તોડી ધડાકાભેર અથડાયો હતો.
આ દરમિયાન ટ્રક નં. ૪૦૧૦નો ચાલક દીલુભાઇ લખમણભાઇ કડેવાળ ફંગોળાઇ જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું આ અંગે આટકોટ પોલિસે વધું તપાસ હાથ ધરી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું