અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સુરતના લેખક અબ્બાસભાઈ સજોડેઈરાકની ધર્મયાત્રા પર: ઠેર ઠેરથી મુબારકબાદી

સુરતના લેખક અબ્બાસભાઈ સજોડે
ઈરાકની ધર્મયાત્રા પર: ઠેર ઠેરથી મુબારકબાદી

1400 વરસ પહેલાં સત્ય અને ધર્મ અને સિધ્ધાંતોની ખાતર શહાદત સામે ચાલીને વોહરી લેનાર મૌલાના હુસેન ( અ.સ) મૌલાના અબ્બાસ અલમદાર મૌલા ( અ.સ.) અને કુફાની મસ્જિદમાં શહીદ થનાર મૌલાના અલી (અ.સ.) જ્યાં શહીદ થયા હતા તે ઇરાકના શહેર કરબલા શરીફ નજફે અશરફની મુલાકાતે આખી દુનિયામાંથી શ્રદ્ધાળુઓનો અવરીત સતત 24/ 7 કલાક આવતો રહે છે .
જ્યાં કોઈ પણ દિવસે કોઈ પણ સમયે તમે જાવ તો રાત દિવસ સતત શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળે છે જ્યાં તમને કઈ માંગવાની જરૂર જ નથી .તમારી હાજરી જ પર્યાપ્ત છે તમારૂ એમના દરબારમાં શીશ ઝુકાવું જ કાફી છે એવા દરબારમાં આપના જાણીતા લેખક અબ્બાસભાઈ કૌકાવાલા (મો.9376981427) અને તેમના ધર્મપત્ની અઝીઝાબેન કૌકાવાલાને આ પાક અને પવિત્ર ધાર્મિક સ્થળે હાજર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ તેઓ દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલીકદર મુફદલ સેફુદ્દીન સાહેબ(ત.ઉ .શ.) ના અહેસાનમંદ અને શુક્રગુજાર છે 
અબ્બાસભાઈ લોકજાગૃતિ માટે સમાજને રોજેરોજ કનડતી સમસ્યાઓને તકલીફોને અડચણોને મુસીબતોને પોતાની અનુભવી અને ધારધાર કલમ મારફત રજુ કરતા રહે છે.

જે કોઈ વિષય હાથમાં લે એને પુરતો ન્યાય આપવાની કોશિશ કરે છે .
એમની રજુઆત તર્કસંગત મુદ્દાઓ આધારિત વિસ્તૃત માહિતીસભર હોય છે અબ્બાસભાઈ ઠોસ અને મજબુત દલીલો પ્રાસંગિક વાતોની રજુઆત કરતા રહે છે .એમની સાહિત્યપ્રીતિ એમનું વિશાલ વાંચન એમની દુરંદેશી વારેવારે પ્રગટ થતાં રહે છે 

રાજકારણ હોય રાજનીતિ હોય ફિલ્મો હોય કે ક્રિકેટ હોય ક્યાં કોઈ સમુહને પડતી તકલીફો મુસીબતો હોય એ હમેશા સક્રિય રહી લોકપ્રશ્નોને વાચા આપે છે.

ગુજરાતના ઘણા બધા ન્યૂઝ પેપરોમાં અબ્બાસભાઈના આર્ટિકલો નિયમિત પ્રગટ થાય છે .સુરતની વાત કરીએ તો સુરતના ગુજરાતમિત્ર, ધબકાર, સુરતમિત્ર, બદલતા ભારત, દિવ્ય સંદેશ, રાષ્ટ્રનિર્માણ, વલ્ડ સુરત ટાઈમ્સ, .વડોદરાના બપોર સમાચાર, હલચલ ભાવનગરના પગદંડી, યુગાતર, રાજકોટના ચક્રવાત ગાંધીનગરના ગાંધીનગર ટુ ડે અને ગાંધીનગર મેટ્રો સુરત વલસાડથી પ્રગટ થતાં સત્ય દર્પણ સોરાષ્ટ્રના સોરાષ્ટ્ર કિંગ જનયુગ પેપર ગુજરાત મેસેજ યુનિટી ઓફ પેપર નવસારીના નવસારી મિત્ર નવસારી ટુ ડે પેપર .વાસ્તવિકતા નવસારી ગુજરાત પ્રતિનિધિત્વ સહીત અનેક અખબારોમાં અબ્બાસભાઈના આર્ટિકલો નિયમિત પ્રગટ થતાં રહે છે .

આપને પાક પરવરદિગાર પાસે એમ દુવા કરીએ કે અબ્બાસભાઈ અને તેમના ધર્મપત્ની આ પવિત્ર અને પાક સ્થળોની ઝયારત કરી જલ્દી પાછા આવે એવી ઠેર ઠેરથી શુભેચ્છા અને શુભકામના પ્રાપ્ત થઈ રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો