અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયામાં સરકારી જમીન પર દુકાનો ચણી દબાણ કરનાર ચાર વેપારી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

વીંછિયામાં સરકારી જમીન પર દુકાનો ચણી દબાણ કરનાર ચાર વેપારી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
વીંછિયામાં સરકારી જમીન પર દબાણ કરનારા ચાર વેપારી વિમલ નાનજીભાઈ રોજાસરા, ધીરૂ ગોવિંદભાઈ ઓળકિયા, રામસંગ વાલજીભાઈ તાવિયા અને મુકેશ ધનાભાઈ રાજપરા સામે મામલતદાર એમ ડી ગામીએ લેન્ડ ગ્રેબિંગ ગુનાની વિવિઘ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા વિંછીયામાં ચર્ચા અને ચકચાર જાગી છે જસદણ વીંછિયા પંથકમાં અબજો રૂપિયાની સરકારી જમીન પર ભુ માફિયાઓનો વર્ષોથી કબજો છે અને જસદણ શહેરનો હાલ વિકાસ પણ થઈ રહ્યો છે આમ છતાં હજું પણ દરેક ગેરકાયદે સરકારી જમીન દબાવી બાંધકામો કરનારાને મંજૂરી આપનાર સામે પણ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવાં લોકોમાં વ્યાપક માંગ ઉઠવા પામી છે વીંછિયાના ચારે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું