અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોલો આ લોકોને શુ જવાબ આપવો ?

આ દુનિયામાં અમુક વ્યક્તિઓને તમે જોશો તો હમેશા ગુસ્સામાં જ નજર આવશે .એમનો ચહેરો હાવભાવ બોડી લેંગ્વેજ બધું જ તમતમતું નજરે આવે છે .
આ લોકો પોતાનો ગુસ્સો પોતાની નારાજગી ચારેબાજુ ફેલાવતા રહે છે .આજુબાજુ હમેશા ધાય ધાય કરતા રહે છે આ વ્યક્તિઓ પોતાની જાત સાથે નાખુશ હોય છે પોતાની જાતથી નારાજ હોય છે .આવી વ્યક્તિઓ પોતાની જાત પોતાની જિંદગી અને પોતાની હાલત અને પરિસ્થિતિથી સંતુષ્ટ હોતા નથી .
આનું કારણ તમને ખબર છે આવી વ્યક્તિઓ અસંતુષ્ટ હોય છે હકીકતમાં આવી વ્યક્તિઓ અંદરથી પીડાતી હોય છે આજુબાજુની વ્યક્તિઓ સાથે સરખું શાલીન વર્તન કરી શકતા નથી .તેમની આ હરકત રીતભાત બીજું કંઈ નહી તેમની અંદર રહેલી પીડા દુઃખ અને નારાજગીનો ઊભરો હોય છે.
આપની કોઈ પણ વાત પર નારાજ થવું નાખુશ થવું આપના એક સરસ સ્મિત સામે પાછું સામે સ્મિત કરી શકતા નથી .બધાની વાત કાપી નાખવી.બધાની વાતમાં વચ્ચે જેમ તેમ બોલવું સામેવાલાને તોડી પાંડવો એનું અપમાન કરવું એનો તિરસ્કાર કરવો આપણી વોટ્સએપ પર કે ફેસબુકની કૉમેન્ટ પર ગંદી કૉમેન્ટ કરવી .આ બધું તેઓ નારાજ છે નાખુશ છે એમ આપણને બતાવવા માંગે છે .પોતે ઉદાસ છે એ બતાવવું છે
આ દુનિયામાં સારા કે ખરાબ કોઈ છે જ નહીં.માત્ર સુખી અને દુઃખી એમ બે જ પ્રકારના વ્યક્તિઓ હોય છે.8


તેમની દુઃખ અને પીડાની અભિવ્યક્તિ છે એમનું વર્તન છે .જેમની અંદર ઈર્ષા તિરસ્કાર ગુસ્સો અને નફરત જેવી નકારાત્મક લાગણી છે તેઓ દુઃખી છે 
આ લોકોના આવા વર્તનનો જવાબ શુ હોય શકે? બોલો કઈ રીતે જવાબ આપશો? 
એમને આખી દુનિયા સામે કઈ ને કઈ ફરિયાદ હશે દુધવાલા સામે પાનવાલા સાથે સરકાર સામે મોદી સામે રોહિત સામે અંધારા સામે કઈ ને કઈ ફરિયાદ હશે તેમને આસપાસ બનતી બધી જ ઘટના સામે અસંતોષ હશે કારણકે એમને કઈ સારું જોવું જ નથી .જેઓ પોતે અસંતુષ્ટ હોય એ તમને સંતોષ કેવી રીતે આપી શકશે?
તેઓની આપની પાસે સમાજ પાસે મદદ કરવાની રીત કઈ છે? તમને ખબર છે? તેઓ તમને ગાળો અયોગ્ય શબ્દો તેમની ચીસો છે તેમની અંતરરાત્માનો અવાજ છે 
મારુ સ્પષ્ટપણે માનવું છે આ દુનિયામાં સમયની કોઈ કમી નથી .લોકો પાસે મબલખ સમય છે લોકો પાસે જે વસ્તુની કમી છે તે છે ઉત્સાહ અને એનર્જી આપનો વ્યક્તિગત ઉત્સાહ અને એનર્જી 100 ટકા કોઈ દિવસ બહાર આવતી જ નથી .
આપને આવા લોકોથી દુર રહેવું જોઈએ એ તમારાથી નજીક આવે તમને તમારાથી દુર કરવા છે આ લોકોને તો આ લોકોને કોઈ ભાવ કોઈ જવાબ કોઈ પ્રતિક્રિયા આપવાનું બંધ કરવાનું છે .આ લોકો તમારાથી ધીમે ધીમે ચોક્કસ દુર થઇ જશે 
આપના મન મગજ જીવનમાં કોઈ પણ આવા નમુનાઓને પ્રવેશ આપવાનો નથી .
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું