પડદા પર રીતસર છવાઈ જઇ સીનેરસિકોના દીલમાં સ્થાન મેળવનાર અનોખા આગવા કલાકાર અમરીશપુરી.
22 મી જુન 1932 માં પંજાબમાં જન્મેલા અમરીશપુરીના બે ભાઈઓ પહેલેથી જ બોલીવુડમાં હતા.મદનપુરી અને ચમનપુરી.
મદનપુરી તો 1950 થી 1070 માં ખાસ્સા લોકપ્રિય હતા
અમરીશ હીરો બનવા મુંબઈ આવ્યા હતા .પણ નિર્માતાએ જણાવ્યું હતું કે ભાઈ તમારા ચહેરાને કારણે તમે હીરો બની શકશો નહીં.અમરીશ વીમા એજન્ટ તરીકે સક્રિય થયા.સાથોસાથ થિએટરમાં પણ કામ કરવા માંડ્યા.
એક વખત સુનિલ દત્ત સાહેબની નજર પડતા રેશમાં ઓર શેરામાં ભુમિકા આપી અમરીશપુરીની બૉલીવુડમાં એન્ટ્રી થઈ .
પછી અમરીશપુરીએ નિશાંત મંથન અર્ધસત્ય જેવી ફિલ્મો કરી.
અમરીશપુરીનો બોલીવુડના એવા વિલનોમાં સમાવેશ થાય છે કે જેઓ હીરોને પણ ભારે પડતા હતા કદાવર ઊંચું કદ દમદાર ભારેખમ અવાજ અને બહેતરીન અભિનયથી અમરીશપુરી પડદા પર રીતસર છવાઈ જતા હતા જોરદાર ભુમિકાઓ કરી પોતાનો સિક્કો ચલણી બનાવ્યો.
અમરીશપુરીની ગણના વિલનોના વીલન તરીકે થવા લાગી .
થિએટરમાં પણ અમરીશપુરીને ખ્યાતિ અને પ્રસિદ્ધિ મળી હતી પછી બોલીવુડમાં તો છવાઈ ગયા હતા.
હમ પાંચ પછી અમરીશપુરીની નોંધ લેવામાં આવી .અમીતાભ બચનની નસીબ દિલીપકુમાર અને સંજીવકુમારની વિધાતામાં અને અર્ધસત્યથી અમરીશપુરીની ગાડી સડસડાટ દોડવા માંડી .
બોની કપુરની અનિલકપુર અને શ્રીદેવીવાલી મિસ્ટર ઇન્ડિયામાં અમરીશપુરીનો ડાયલોગ હજુ પણ લોકોને યાદ છે " મોગેંમ્બો ખુશ હુવા "
અમરીશપુરીના સગાસંબંધીઓ મિત્રો સાથે એકદમ નોર્મલ હતા શિસ્તના આગ્રહી હતા
દિલવાલે દુલહનિયા લે જાયેંગેનો કલાઈમેક્સનો નાનો સંવાદ અમરીશપુરીએ અમર કરી દીધો " જા સીમરન જા જી લે અપની જિંદગી " ગદર એક પ્રેમકથા માં અશરફએલીના રોલમાં સન્નીને ટક્કર આપી.
અનિલકપુરવાલી નાયકમાં રીઢા રાજકારણી તરીકે અમરીશપુરીનો અભિનય કાબિલે તારીફ
હતો.
રિશીકપુર અને શ્રીદેવીવાલી નગીનામાં બાબા ભેરવનાથ નામના તાંત્રિકનો રોલ કરી સુખદ આંચકો આપ્યો .તો ઘાતક કાશીના બાબુજીના રોલમાં ચરિત્ર અભિનેતા તરીકે ઊંડી છાપ છોડી.
રાકેશરોશનની સલમાન ખાન શાહરુખ ખાનવાલી કરણ અર્જુન માં અમરીશપુરીએ પોતાની અમિટ છાપ છોડી
વિશ્વતામાં ત્રિદેવમાં જમાવટ કરી તો મેરી જંગમાં દુષ્ટ વકીલ ઠકરાલ તરીકે અનિલકપુરને ઝાંખો પાડી દીધો.
દામિનીમાં બળાત્કારીને બચાવતા વકીલનો રોલમાં જમાવટ કરી
12 જાન્યુઆરી 2005 માં આ મહારથી કલાકારે વિદાય લીધી.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information