ભાવનગરમાં બુરહાની ગ્રુપ દ્વારા મહા રકતદાન કેમ્પ યોજાયો: રકતદાતાઓ ઊમટી પડયાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભાવનગરમાં દાઉદી વ્હોરા સમાજના બુરહાની ગ્રુપ દ્વારા એક મહા રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં સ્વેછિક રકતદાતાઓ ઉમટી પડ્યાં હતાં શહેરની બહારની વ્હોરવાડ વિસ્તારમાં આવેલ
નજમી હોલ ખાતે રાખવામાં આવેલ
આ બુરહાની ગ્રુપના સળંગ ૩૩માં રકતદાન કેમ્પમાં દાઉદી વ્હોરા સમાજ સહિતઅન્ય સમાજના ૧૨૨ ભાઈ બહેનો ઉમટી પડી બ્લડબેંક છલકાવી દીધી હતી આ કેમ્પમાં રાજકિય, સેવાકિય,વૈદકીય, સામાજિક, ધાર્મિક શૈક્ષણિક, વેપારી, ઓદ્યોગિક, સહિતના આગેવાનો હાજર રહી આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં દર વર્ષે ભાવનગરમાં બુરહાની ગ્રુપ દ્વારા યોજાતો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડે છે. દાઉદી વ્હોરા સમાજના દિવગંત બાવનમાં ધર્મગુરુની યાદમાં અને વર્તમાન ત્રેપનમાં ધર્મગુરુ ડો. સૈયદના સાહેબની ઉમુર સેહતમાં ભાવનગરમાં અનેકાઍક સેવા કાર્યોમાં મોખરે બુરહાની ગ્રુપના સભ્યોએ આ કેમ્પ સફળ બને તે અંગે જહેમત ઉઠાવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News