અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના નેવું વર્ષીય લાભુમા કોટડીયાનું પરિવાર કરશે સદેહે સન્માન શનિવારે : માતૃ વંદના

જસદણના નેવું વર્ષીય લાભુમા કોટડીયાનું પરિવાર કરશે સદેહે સન્માન શનિવારે : માતૃ વંદના

ચોથી પેઢીના બાળકોને રમાડીને જિંદગીની મોજ માણે છે 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેરમાં પાચમાં પુછાતાં પટેલ સમાજના નેવું વર્ષીય લાભુમા જીવરાજદાદા કોટડીયા નામનાં વૃદ્ધાનું આગામી તા. ૭ જાન્યુઆરી ૨૦૨૩ ને શનિવારના રોજ જસદણ મુકામે તેમનો પરિવાર સદેહે સન્માન કરશે આ અંગે તેમનાં વિશાળ પરિવારના સુપુત્રો શ્રી લાલજીભાઈ, શ્રી વલ્લભભાઈ, શ્રી મનસુખભાઈ શ્રી દિનેશભાઈ અને અન્ય સદસ્યોએ પરિવારના આ મોભી લાભુમાના સાદર પ્રણામ અર્થે માતૃ વંદના કાર્યક્ર્મ યોજ્યો છે આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિવિઘ પ્રસંગોથી ગુંથાયેલા આ અવસરે કોટડીયા પરિવારના તમામ પરીવારજનો, સગા સ્નેહીઓ, મિત્રો, પરિચિતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી લાભુમાને ઘણું જીવોની શુભકામના પાઠવશે લાભુમાની ઉમર ૯૦ વર્ષની હોવાનું તેમનાં પરિવારજનો જણાવે છે માં હજું કડેધડે છે અને એમને સદેહે સન્માન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો છે 
લાભુમા એક ખરાં અર્થમાં દાદીના દાદી છે કારણ કે, એમની ચોથી પેઢીને પણ સંતાનો છે અને દાદી ટાબરિયાં સાથે મોજ મસ્તી કરીને એમની જિંદગીના આખરી ચરણને સાચા અર્થમાં માણી રહ્યાં છે લાભુમા પાસે સંભારણાઓનો ખજાનો છે નવ દાયકામાં કેટલાંય પાણી વહી ગયા, જમાના બદલાયા, પેઢીઓ બદલાઈ ગઈ, સામાજિક કુટુંબની વ્યવસ્થાઓ જીવનશૈલીઓ બદલાઈ ગઈ અને એ બધા પરિવર્તનોને સાક્ષીભાવે સ્વિકારી, પસાર કરી, લાભુમા હજું હતાં એવાં ને એવા જ છે એવા ને એવા એટલે પાછળની જિંદગીના સીધા, સાદા, ભોળા, પરગજુ અને પ્રેમાળ વળી નખમા ય રોગ નહી ખોરાક પણ બરોબર ચાલે અને પાચન થઈ જાય હજું પણ ઉઠવા બેસવા માટે કોઈનો હાથ ઝાલવો પડતો નથી આજના જુવાનિયાઓને પણ પડકારી શકે એવો એમનો જુસ્સો છે લાભુમા વિશાળ સભ્યોના પરિવારના મોભીપદે બિરાજમાન છે. ગુજરાતભરમાં તેમનાં પરિવારજનો વસે છે ત્યારે રવિવારે લાભુમાને શતમ જીવ: શરદ નહી પણ બસ્સો વર્ષ જીવજો એવી શુભકામના પાઠવશે.
રિપોર્ટ: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું