અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકાના ચિફ ઑફિસરને વીજતંત્રએ લેણા માટે નોટિસ ફટકારી

જસદણ નગરપાલિકાના ચિફ ઑફિસરને વીજતંત્રએ લેણા માટે નોટિસ ફટકારી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં પીવીજીસીએલ એ પોતાનાં બાકી નીકળતાં વીજબિલ અંગે કડક બનતાં બાકીદાર ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે જસદણ વીજતંત્રના નાયબ ઈજનેર તરીકે આર એસ ચૌધરી આવતાં તંત્ર પોતાનાં લેણાની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે તંત્રએ જસદણ નગરપાલિકાના ચીફ ઑફિસરને એક નોટિસ ફટકારી જેમાં રૂ! ૩૫,૮૪,૫૦૯ તાત્કાલિક અસરથી ભરી જવાનું કહેવામાં આવ્યું છે આ અંગે વિજતંત્રના ના. ઈજનેર શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે જસદણ પીજીવીસીએલ જુદાં જુદાં વિસ્તારોમાં વીજ ગ્રાહકો પાસે અંદાજિત રૂપિયા પાંચ કરોડથી વધું રકમ વીજબિલ પેટે માંગે છે તે પૈકી જસદણ નગરપાલિકા અને ૨૮૦૦ શહેરીજનો ઉપરાંત ૧૧૦૦ જેટલાં ખેતીવાડીના ગ્રાહકો પાસેથી અમારી લેણી રકમ નીકળે છે જો આ રકમ કોઈ ભરપાય નહી કરે તો અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવશું હાલ વિજ કંપની દ્વારા ઉઘરાણીનો દૌર યથાવત રહેતાં વિજબિલ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું