અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સુરતની આ ગલીઓ શેરીઓ અને વિસ્તારના નામ તમે જાણો છો ?

સુરતનો પોતાનો આગવો અનોખો અંદાજ છે.અહીંની શેરીઓ ગલીઓ મોહલ્લાઓના નામ પણ રસપ્રદ છે.
1871માં બુરજોરજી મેરવાનજી ફેશરએ પોતાના પિતાની યાદમાં સુરતની મધ્યમાંબનાવેલો ટાવરના નામથી આજે પણ એ વિસ્તાર લાલ ટાવરના નામે ઓળખાય છે.
1541માં સાકાર થયેલો કિલ્લો હવે નવા રૂપરંગ સાથે તૈયાર છે.
આવી અનેક એતિહાસિક ઇમારતો સુરત સાચવીને બેઠું છે 
જ્યાં હવે એક પણ સિનેમા હોલ નથી એ મોટો રોડ આજે પણ સિનેમા રોડ તરીકે ઓળખાય છે એક જમાનામાં હારબંધ સાત સાત સિનેમાઘરો હતા.
જ્યાં એક પણ ચકલી નથી એ એરિયા ચીડિયાકુઇ પણ છે જ્યાં રેશ્મા કે રેશમ નથી એ રેશમવાડ પણ છે.ખાવાપીવાના શોકીન સુરતીઓ માટે ખાઉધરા ગલી પણ છે તો શેતાન ફળિયું પણ છે પ્રેમગલી પણ છે ડર લાગે એમ ઘાસતીપુરા પણ છે .
જ્યાં એક પણ શરાફ નથી કે નાણાં ધીરનાર નથી એ નાણાવટ પણ છે.જ્યાં આંબલીનું એક પણ ઝાડ નથી એ આંબલીરાન પણ છે
જ્યાં એક પણ આંબો કે આંબાની વાડી નથી એ આંબાવાડી પણ છે.
જ્યાં એક પણ પહેલવાન કે રૂસતમ વસતા નથી એ રૂસતમપુરા પણ છે જ્યાં બધું સલામત છે એ સલાબતપુરા પણ છે.
સદીઓ પહેલા આગમાં ખાખ થઈ ફરી વસેલા નવાપુરાના વિસ્તાર પણ છે.એક પણ પગથિયાં નથી એ પગથિયાં શેરી પણ છે
જ્યાં તમને એક પણ હાથી દેખાશે નહી એ હાથીફળિયા પણ છે જ્યાં એક પણ ઘોડો દોડતો દેખાશે નહીં એ ઘોડદોડ રોડ પણ છે જ્યાં હવાડાનું નામોનિશાન નથી એ હવાડીયા ચકલા પણ છે જ્યાં પાણી નથી કે ભીત નથી છતાં પાણીની ભીંત પણ છે.
જ્યાં એક પણ પઠાણ વસતા નથી એ પઠાણવાડા પણ છે.જ્યાં લાલ રંગ નથી એ લાલ દરવાજા પણ છે બધી જ કોમના રહેવાસીઓથી આબાદ માનદરવાજા પણ છે.જ્યાં સહારાનું રણ નથી એ સહારા દરવાજા પણ છે.જ્યાં તમને એક પણ માછલી જોવા મળશે નહી એ માછલીપીઠ પણ છે 
એક પણ ગોપી વીનાના ગોપીતલાવ અને ગોપી પુરા પણ છે.નવાબો વસતા નથી છતાં નવાબની વાડી પણ છે 
જ્યાં એક પણ પારસી વસતા નથી એ ભાગલની પારસી શેરી પણ છે રૂ જેવી સામાન્ય વસ્તુના નામ પરથી રૂવાળા ટેકરા પણ છે જ્યાં એક પણ વડ નથી પણ ભવાની માતાનું મંદીર છે એવુ ભવાનીવડ પણ છે 
મુંબઈવડ પણ છે જ્યાં ચિલમનું નામોનિશાન નથી એ ચલમવાડ પણ છે.
જ્યાંથી દેશના ખૂણે ખૂણે જઇ શકાય છે એ એરિયા દિલ્હીગેટ તરીકે જાણીતો છે 
જ્યાં એક પણ મક્કાઈનો દાણો જોવા મળશે નહીં એ મક્કાઈ પુલ પણ છે જ્યાં સરદાર સાહેબનું પૂતળું નથી એ પુલનું નામ સરદાર પુલ પણ છે સરદાર અને મહાત્મા ગાંધીના નામે સાંસ્કૃતિક ભવનો પણ આવેલા છે ગાંધીબાગ છે રાજમાર્ગ છે એક પણ રાજા નથી છતાં રાજાવાડી પણ છે 
જ્યાં દુરદુર સુધી કોટ દેખાશે નહીં એ કોટસફિલ પણ છે જ્યાં ઇન્દ્ર નથી ઇનદરપુરા પણ છે.
લીમડા વગરનો વિસ્તાર લીમડાચોક પણ છે તો જ્યાં એક પણ મકાન લાલ રંગના નથી એ લાલગેટ પણ છે 
જ્યાં એક પણ ઝાંપો કે દરવાજો નથી એ સદા ધમધમતું ઝાંપાબજાર પણ છે હવે કોઇ ધનકુબેરો રહ્યા નથી છતાં કુબેર નગર પણ છે 
જ્યાં નીકળો તો ગંદી વાસ આવે તો પણ મીઠી ખાડી કહેવાય છે 
જ્યાં કાસકીનું નામોનિશાન નથી એ કાસકીવાડ પણ છે .
જ્યાં ફૂલ જોવા મળે નહી એ ફુલપાડા પણ છે જ્યાં સુખડ મળતું નથી એ સુખડીયા શેરી પણ છે પીપળા વગરનું પીપલોદ પણ છે જ્યાં હોડી નથી એ હોડીબંગલા પણ છે વાવ વગરની વાવ શેરી પણ છે 
જ્યાં એક પણ મુગલો તમને જોવા મળશે નહી એ મુગલીસરા પણ છે હરિપુરા પણ છે રામપુરા પણ છે તો સેયદપુરા પણ છે મહીદરપુરા પણ છે બરોડા પ્રિસ્તેજ પણ છે વાડીફળિયા પણ છે બેઠી કોલોની છે તો શાસ્ત્રી નગર પણ છે મહાપુરુષોના નામ પર અનેક વસાહતો આવેલી છે રાજીવનગર આંબેડકર નગર સુભાષનગર સહિત સેંકડો વસાહતો પણ આવેલી છે.
તાડ વગરની તાડવાડી પણ છે તો ડબગરવાડ પણ છે 
આવા અનેક જાતજાતના નામોવાલું મારુ સુરત છે 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું