સુરતમાં રહેતા હોય તો તમે હજુરી અને સોસિયોનું નામ જાણતા જ હશો. આજના હરિફાઈના યુગમાં પણ સોસિયો ધમધોકાર ચાલે છે .પેપ્સી કોકોકોલાના વાવાઝોડામાં પણ આપણું સુરતી સોસિયો અડીખમ અને અણનમ છે.
1923માં સુરતમાં ઝાંપાબજારની નજદીક સલાબતપુરાના રસ્તા પર હજુરી કોલડ્રિન્ક ડેપોની શરૂઆત અબ્બાસભાઈ અબ્દુલરહીમભાઈ હજુરીએ કરી હતી આ ડેપોમાં જ ભારતનું શો પ્રથમ પીણું સોસિયોની ફોર્મ્યુલા શોધાઈ હતી અને શરૂઆતમાં ઉત્પાદન અહીં જ થતું હતું.તે વખતે સોસિયો સાથે વિમટો નામનું પીણું ખુબ જ ચાલતું હતું અપના દેશ અપના ડ્રિન્ક સોસિયોને 2023માં 100 વરસ પુરા થયા છે.
હવે સોસિયોમાં દેશની સૌથી જાણીતી અને મોટી જાયન્ટ કંપની રિલાયન્સનો પણ 50 ટકા હિસ્સો રહેશે.રિલાયન્સની પેટા કંપની રિલાયન્સ કન્ઝયુમર પ્રોડક્ટ લિમિટેડ એફ એમ સી જી અને રિલાયન્સ રિટેલ વેન્ચરસ મારફત સોસિયો હજુરી બેવરીજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 50 ટકા ઇકવિટી મેળવી લીધી હોવાની જાહેરાત કરવામાં આવી છે
હજુરી સોસિયો બેવરેજીસનો 50 ટકા હિસ્સો ઈશા મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ લી .કંપનીએ ટેક ઓવર કર્યો છે જે હવે ભારતીય શેર બજાર ઉપરાંત સિંગાપોર લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જમાં કંપની જોઈન્ટ વેન્ચર તરીકે લિસ્ટેડ થશે આમ આપણા સુરતી અબ્બાસભાઈ હજુરી અને એમના હોનહાર તેજસ્વી પુત્ર અલીભાઈ અબ્બાસભાઈ હજુરી રિલાયન્સ સાથેની જોઈન્ટ વેન્ચર કંપનીમાં ભાગીદાર બન્યા છે .
સોસિયો હાલ સોસિયો - કાશ્મીરા- લેમી- જિનલીમ - રનર - ઓપનર- હજુરી સોડા સહિત સોસિયોએ મજબુત કુશળતા સાથે 100 થી વધુ ફ્લેવર્સ લોન્ચ કર્યા છે.
અબ્બાસભાઈએ ખુબ જ કડી મહેનત કરી આ ગઢ ટકાવી રાખ્યો છે અનેક તકલીફો મુસીબતો અડચણો સાથે આ મુકામ સર કર્યો છે .
અબ્બાસભાઈએ આ ભાગીદારી વિશે જણાવ્યું છે કે લોકલ માર્કેટના વારસાને મજબુત બનાવવા આ ભાગીદારી કરવામાં આવી છે રિલાયન્સ સોસિયોને વધુમા વધુ ગ્રાહકો સુધી પહોચાડવામાં મદદરૂપ થશે અમે હવે સોસિયોને વધુ ટેસ્ટી કોલડ્રિન્ક બનાવી કેટેગરીને વિશાલ બનાવીશું અમારા 100 વરસમાં આ નિર્ણાયક પળ છે.
અબ્બાસભાઈ એ વધુ એક રોચક અને રસપ્રદ માહિતી આપતા કહ્યું હતું કે હજુરી પરિવારનો મૂળ વેપાર રેસ્ટોરન્ટનો હતો.હાલ જ્યાં ચોકબજાર ગાંધીબાગ પાસે કોલિટી રેસ્ટોરન્ટ આવેલું છે ત્યાં એ જમાનામાં હજુરી પરિવારની માલિકીની વિહાર રેસ્ટોરન્ટ આવેલી હતી .વેપાર બરાબર ચાલતો ના હોવાથી 1923 માં સલાબતપુરામાં હજુરી કોલડ્રિન્ક ડેપોની શરૂઆત કરવામાં આવી
અબ્બાસભાઈના પિતા શેઠ મોહસીનભાઈ હજુરી મહાત્મા ગાંધીની ચળવળમાં આગળ પડતો ભાગ લેતા હતા શેઠ મોહસીનભાઈ જરૂરિયાતમંદોને મદદ કરવા હમેશા તત્પર રહેતા હતા તે જમાનામાં ખુબ જ સારી કહી શકાય એવી મદદ 24/7 કરતા હતા .શેઠ મોહસીનભાઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ ચૂંટાયા હતા
સલાબતપુરા પછી બીજા 18 કોલડ્રિન્ક હાઉસ ઉભા કરવામાં આવ્યા .1952માં નવસારીમાં ફેકટરી નાખવામાં આવી 1965 માં મુંબઈમાં બોટલિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો
ગુજરાતમાં પ્લાન્ટ ઉપરાંત ચેન્નાઇ બીજાપુર અમરાવતીમાં બોટલિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા .
સુરતમાં કેન ફેકટરી ચાલુ કરવામાં આવી 1984માં ભારતમાં કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું હતું તે વખતે હજુરી પરિવાર કેન લઈને આવ્યું હતું
1932 માં સોસિયો 6 પેસા અને હજુરીના શરબત 3 પેસામાં વેચાતા હતા
1974 માં સોસિયો 1/20 પેસા અને સોડાનો ભાવ 50 પેસા હતો આમ સોસિયોએ કાચની એક લીટર બોટલથી લઈ પ્લાસ્ટિક બોટલ અને ટીન સુધીની એક સદીની લાંબી સફર કરી છે
સોસિયો સહિત પ્રોડક્ટનું ભારતમાં 1લાખ આઉટલેટ અને 18 દેશોમાં ધુમ વેચાણ થાય છે
અબ્બાસભાઈ પુત્ર અલીભાઈ સોસિયોમાં જોડાયા પછી સોસિયોની વિદેશી સફર શરૂ થઈ હતી ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરપ્રદેશ દક્ષિણ ભારતના રાજ્યોમાં સારું વેચાણ થાય છે
અમેરિકા કેનેડા યુ .એ.ઇ .સાઉદી અરબ .દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝલેન્ડ સહિતના દેશોમાં હજુરીની પ્રોડક્ટ જાય છે
સોસિયો ઉપરાંત કેચઅપ સ્ક્વોશ જ્યુસ કર્સ સોડા કોલા અને કોલડ્રિન્કમાં કંપની નેટવર્ક ધરાવે છે
હવે મોટાભાગની પ્રોડક્ટ ટીનમાં તબદીલ કરવામાં આવી છે કંપની એનર્જી ડ્રિન્કનું ઉત્પાદન પણ કરી રહ્યું છે
કંપની આજે વરસે દહાડે 20 લાખ કેરેટ માલ વેચી કાઢે છે એનું શ્રેય અબ્બાસભાઈ સુરતના તાપીના પાણી અને વડીલોના સંઘર્ષ અને દુવાઓને આપે છે .
આઈ.પી.એલ માં સ્પોન્સરશીપ ધરાવનાર સોસિયો એક માત્ર સ્વદેશી કંપની છે જે આપણા સુરત માટે ગૌરવ અને અભિમાન લેવા જેવી વાત છે કંપની રોયલ ચેલનજર બેંગ્લોરને આપની કંપની સ્પોન્સર કરે છે .જેમાં મહારથી વિરાટ કોહલી મેક્સવેલ અને યજુવેન્દ્ર ચહેલ ધમાલ મચાવી રહ્યા છે
સોસિયો હજુ વધુને વધુ ઉંચાઈઓ સર કરે નવા નવા કીર્તિમાંનો સ્થાપે નવા નવા વિશ્વ રેકોર્ડ બનાવે એવી તમામ ભારતીયો તરફથી દિલી શુભેચ્છાઓ પાઠવીએ છે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત મો.9376981427
Tags:
News