અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ ઈમિટેશનના વેપારીઓ જસદણ જુગાર રમવા આવ્યાં અને ભાડલા પોલીસે રંગમાં ભંગ પાડ્યો

રાજકોટ ઈમિટેશનના વેપારીઓ જસદણ જુગાર રમવા આવ્યાં અને ભાડલા પોલીસે રંગમાં ભંગ પાડ્યો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
બોધરાવદર ગામની સીમમાં બેડલા રોડ ઉપર ધર્મેશ દિનેશભાઇ રામાણી રહે. રાજકોટ રણછોડનગર શેરી નં. ૪ વાળાએ મકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાડલાના પીએસઆઇ આર.એસ. સાંકળીયાના તથા સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) ધર્મેશ દિનેશભાઇ રામાણી (ઉવ.૩ર), ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર શેરી નં.૦૪ (ર), રાજેશ જસમતભાઇ ઢોલરીયા (ઉ.વ.૩૭), ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર શેરી નં.૦૩,  (૩) હિરેન ગોરધનભાઇ ડોબરીયા (ઉ.વ.૩૬) ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર શેરી નં.૦ર  (૪) કેયુર કાંતીભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૩૩) ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર, વેકરીયા મેઇન રોડ (પ) ચેતન માધવજીભાઇ નંદાણી (ઉ.વ.૪૩) ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર, ૦૯ વેકરીયા મેઇન રોડ તથા (૬) કૃણાલ લલીતભાઇ રૈયાણી (ઉ.વ.૩૮) ધંધો- વેપાર, રહે. રાજકોટ, કુવાડવા રોડ ડી માર્ટ પાસે જય શકિત પાર્ક શેરી નં. ૧ ને રોકડા રૂા. ર૭૭૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું