અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપના બધા કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદો જો પંકજભાઈની જેમ કામ કરે તો ભારત ચોક્કસ વિશ્વગુરુ બની જાય.

આપને ત્યાં રાજનીતિ સેવા કરતા મેવાનું માધ્યમ બની ગઈ છે.સાચા લોકસેવક તો હવે કયાય દુર દુર સુધી દેખાતા નથી .
લોકો રૂપિયા કમાવવા નામ કરવા મશહુર થવા રાતોરાત અમીર થવા રાજનીતિમાં પ્રવેશ કરે છે 

આપને ટી.વી.કે પેપર ખોલીએ તો રોજ એકના એક જ સમાચારો નજીવા ફેરફાર સાથે હોય છે .એ જ બળાત્કાર એ જ આત્મહત્યા એ જ રોજિંદા અકસ્માત એજ રાજનેતાઓના આરોપ પ્રતીઆરોપ .આ બધા સમાચારો આપનું મન મગજ દીવસ ખરાબ કરી નાખે છે 
એવામાં આજના એક અખબારી અહેવાલમાં રણમાં મીઠી વીરડી જેવા સમાચાર આવ્યા છે.જે આપણા માટે જાણવા જેવા મહત્વના સમાચાર છે .
જો કોઈ એક વ્યક્તિ ધારી લે તો કેટલો મોટો ફરક પડી શકે છે .કેટલા બધા માણસોને ફાયદો થઈ શકે છે .કેટલા બધા માણસોની રોજેરોજની તકલીફ મુસીબતો દુર કરી શકાય છે એનું બહુ મોટું ઉદાહરણ અમદાવાદના એક કોર્પોરેટર પંકજભાઈ ભટ્ટ સાહેબે પૂરું પાડ્યું છે.
પંકજભાઈ અમદાવાદના ખાડીયા વિસ્તારના કોર્પોરેટર છે .પંકજભાઈ રોજ સવારે વહેલા ઊઠીને પુજાપાઠ કરે છે પછી પાણી સપ્લાયનો સમય શરૂ થાય એ પહેલાં પોતાનું માઈક્રોફોન સ્પીકર અને પ્લામ્બર સામાનની બેગ લઈને નીકળી પડે છે 
પંકજભાઈ સવારે રોજ રાઉન્ડ મારવા નીકળી પડે છે .આ રાઉન્ડ દરમિયાન પંકજભાઈને જ્યાં જ્યાં કોઈ સડી ગયેલો નળ હોય તો તરત જ નળ બદલી કાઢે છે .જો કોઈ નળમાંથી પાણી ટપકતું હોય તરત જ પોતાની બેગમાંથી પાના પેચિયા કાઢી નળ ફટાફટ રીપેર કરી નાખે છે.લાઈનમાં કોઈ લિકેજ દેખાય તો તરત જ લીકેજ બંધ કરી દે છે જેથી તેને સુધારી શકાય તેમના પુત્ર અને મિત્રો પણ પંકજભાઈને સાથ સહકાર આપે છે.
ઠંડી હોય ગરમી હોય કે વરસાદ પંકજભાઈ રોજ સવારે રાઉન્ડ અચુક મારે છે  
એક અંદાજ મુજબ પંકજભાઈ હમણાં સુધી 7000 થી વધુ ખરાબ નળ બદલી ચુક્યા છે.સાથોસાથ અસંખ્ય લીકેજ રીપેર કરી કરોડો લીટર પાણી બચાવી ચુક્યા છે 
પંકજભાઈ બે વરસમાં ખડીયાના આશરે 25/000 ઘરોમાં ચાર વખત પહોંચી ચુક્યા છે 
શરૂઆતમાં પંકજભાઈ પલમ્બરને સાથે રાખતા હતા પછી ધીમે ધીમે પંકજભાઈએ પલમ્બરિંગ કામને લગતા તમામ સાધનો વસાવી લીધા છે 
પંકજભાઈ આ રાઉન્ડ દરમિયાન જળ એ જ જીવન છે એ સંદેશ અચુક આપે છે અને સાથોસાથ સરકારની વિવિધ યોજનાનો લાભ ઉઠાવવાની સમજ આપે છે .
ફેબ્રુઆરી 2021માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ સતત આ સેવા કરી રહ્યા છે.
આપના જનસેવકો ચૂંટાયા પછી પાંચ વરસ સુધી દેખાતા નથી એ આપની માન્યતાનો છેદ ઉડાવી દીધો છે જ્યાં આપના જનપ્રતિનિધિઓ ચૂંટાયા પછી 5 વરસ ગાયબ થઈ જાય છે દર્શન દુલર્ભ થઈ જાય છે ત્યાં પંકજભાઈ સતત હાજર રહે છે 
પંકજભાઈ જણાવે છે કે પાણી અને વીજળી બચશે તો જ જીવન બચશે .
આપને ત્યાં અમુક એરિયામાં કે અમુક ઘરોમાં પાણી પુરતા ફોર્સથી આવતું નથી કારણકે વચમાં લીકેજ હોય છે .આપને ત્યાં નાગરિકો અને શાસકો બન્ને સરખા છે કોઈને કઈ પડી હોતી નથી .પંકજભાઈ જેમ આપના બીજા શાસકો અને નાગરિકો બરાબર દયાન આપે તો પાણીની બરબાદી અટકાવી શકાય છે દરેક ઘર સુધી પાણી પુરતા પ્રમાણમાં મળે અને પુરતા ફોર્સમાં મળે અને લાખો લોકોને રોજેરોજ સવાર સવારમાં પડતી તકલીફો અને મુસીબતોથી હમેશા માટે છુટકારો મળી જાય અને વિજળીબીલમાં પણ બહુ મોટી રાહત થાય.
આપના દરેક કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદો જો પ્રજાહિતના આવા કામો કરવા આગળ આવે તો ભારત કાલે જ વિશ્વગુરુ બની જાય.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું