અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જામનગરમાં હજજારો વ્હોરા બિરાદરોએ સૈયદના સાહેબના દર્શન કરી ધન્યતા અનુભવી

જામનગરમાં હજજારો વ્હોરા બિરાદરોએ સૈયદના સાહેબના દર્શન કરી ધન્યતા અનુભવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જામનગરમાં વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) એ વ્હોરા સમાજનાં મહાન ઓલિયા ઈસ્માઈલ બદરુદ્દીન સાહેબના ઉર્ષ નિમિતે ખાસ પધરામણી કરી હોય ત્યારે જામનગરમાં રાજકોટ ભાવનગર જસદણ વાંકાનેર મોરબી અમરેલી ધોરાજી પોરબંદર જેતપુર બોટાદ ગિર સોમનાથ જેવાં સૌરાષ્ટ્રના અનેક ગામોના હજજારો વ્હોરા બિરાદરોએ સૈયદના સાહેબના દર્શન કરી ધન્યતા અનુભવી હતી 
સમાજમાં જેમનો પડ્યો બોલ ઝીલાય છે એવા માનવતાવાદી નામદાર ડો. સૈયદના સાહેબ લાંબા સમય બાદ જામનગર પધાર્યા હોવાથી સૌરાષ્ટ્રના ગામેગામના વ્હોરા સમાજના હજજારો ભાઈ બહેનો અને બાળકોએ શનિ અને રવિવારે એમ બે દિવસમાં તેમનું ધાર્મિક પ્રવચન અને દીદારનો લાભ લીધો હતો 
વાંકાનેરના સામાજિક કાર્યકર અબ્બાસભાઈ ભારમલ પોતાનાં પરિવાર સાથે આજે જામનગર પધાર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આજે ઘણાં સમય પછી જામનગરના આંગણે સૈયદના સાહેબની દિવ્યતાનો લાભ મળ્યો હતો. રાજકોટના દાઉદી વ્હોરા સમાજના મહિલા આગેવાન દુરૈયાબેન મુસાણીએ જણાવ્યું હતું કે જેમનાં દીદારથી બેડો પાર થઈ જાય એવાં તાજદાર સૈયદના સાહેબના દીદાર મારાં હસબન્ડ સાથે કર્યા તે અમારી માટે અમૂલ્ય સંભારણું બની રહેશે તેમનાં દિદારથી રૂહાની આનંદ થયો અત્રે નોંધનીય છે કે વિશ્વ લોક કલ્યાણકારી ડો. સૈયદના સાહેબ આગામી મંગળવાર સુઘી સંભવત જામનગરની મુલાકાતે છે
 ત્યાંથી રેલવે માર્ગે અમદાવાદ જશે અને વચમાં રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર વ્હોરા સમાજના લોકોને દીદાર આપે એવી ગોઠવણ થઈ રહી છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું