અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

10 આંકડાવાળા આ મોબાઈલ નંબર 30 દિવસમાં થઈ જશે બંધ, TRAI નો મોટો નિર્ણય

10 આંકડાવાળા આ મોબાઈલ નંબર 30 દિવસમાં થઈ જશે બંધ, TRAI નો મોટો નિર્ણય

TRAI Will Block 10 Digit Number: ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ કર્યું છે કે તે  પ્રચાર માટે અનરજિસ્ટર્ડ નંબરનો ઉપયોગ ન કરે. હવે ટ્રાઈએ આકરું વલણ અપનાવ્યું છે. તમને જણાવી દઈએ કે ટેલિ માર્કેટિંગ માટે કંપનીઓને એક ખાસ પ્રકારનો નંબર આપવામાં આવે છે.

10 આંકડાવાળા આ મોબાઈલ નંબર 30 દિવસમાં થઈ જશે બંધ, TRAI નો મોટો નિર્ણય

TRAI Will Block 10 Digit Number: TRAI એટલે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક મોટો નિર્ણય કર્યો છે. ટ્રાઈના આ નિર્ણયથી ટેલિ માર્કેટિંગ કંપનીઓને એક મોટો ઝટકો લાગવાનો છે. એક રિપોર્ટ પ્રમાણે ટ્રાઈ તે પ્રમોશનલ મેસેજ સામે હવે કડક થવાની છે. જે મોબાઈલ યૂઝર્સને તેમની મરજી વિના કોલ કે મેસેજ મોકલે છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ કર્યું છે કે તે  પ્રચાર માટે અનરજિસ્ટર્ડ નંબરનો ઉપયોગ ન કરે. 

હવે ટ્રાઈએ આકરું વલણ અપનાવ્યું છે. તમને જણાવી દઈએ કે ટેલિ માર્કેટિંગ માટે કંપનીઓને એક ખાસ પ્રકારનો નંબર આપવામાં આવે છે. જે નોર્મલ નંબરથી થોડો અલગ હોય છે. પ્રમોશનલ કોલ માટે ટેલિ કંપનીઓેને સ્પેશિયલ નંબર મળે છે જેનાથી મોબાઈલ યૂઝર્સ નોર્મલ કોલ અને પ્રમોશનલ કોલના અંતરને સમજી શકે. જોકે અનેક કંપનીઓ નિયમોની ઐસીતૈસી કરીને મોબાઈલ યૂઝર્સને નોર્મલ 10 ડિજિટવાળા નંબરથી જ કોલ અને મેસેજ કરી રહી છે.

ટ્રાઈએ નાછૂટકે આકરો નિર્ણય લીધો:

મોબાઈલ યૂઝર્સને ફોર્સફૂલી કોલ કે મેસેજથી પરેશાન કરનારા આ પગલાં સામે હવે ટ્રાઈએ આકરું વલણ અપનાવ્યું છે. ટ્રાઈ તરફથી કહેવામાં આવ્યું છે કે ટેલિ માર્કેટિંગ કંપનીઓ પ્રમોશનલ કોલ કે મેસેજ સામે 30 દિવસની અંદર 10 નોર્મલ ડિજિટવાળા નંબરને બંધ કરી દે. જો તેમ છતાં કોઈ પ્રમોશનલ  કોલ માટે નોર્મલ નંબરનો ઉપયોગ કરે છે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. 

30 દિવસની અંદર બંધ થશે નંબર:

ટ્રાઈ તરફથી બધી ટેલિકોમ કંપનીઓે નોટિસ આપવામાં આવી છે અને 30 દિવસની અંદર પ્રમોશનલ કોલના ઉપયોગમાં 

આવી રહેલા અનરજિસ્ટર્ડ નંબરને બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. જો તમે કોઈ નોર્મલ નંબરનો ઉપયોગ પ્રમોશન માટે કરો છો તો તરત આવું બંધ કરી દો. નહીં તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો