અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોનો કાલે શુક્રવારે છેલ્લો દિવસ

જસદણ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોનો કાલે શુક્રવારે છેલ્લો દિવસ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાના પ્રમુખ સહિત ૨૮ ચુંટાયેલા સભ્યોનો આવતી કાલે શુક્રવારે છેલ્લો દિવસ છે આ તકે પોતાનાં નવા મકાનના વાસ્તા પ્રસંગે અત્યંત વ્યસ્ત રહેલાં પ્રમુખ શ્રીમતી અનીતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ પોતાની મુદ્દત પુરી થાય તે પહેલાં નગરપાલિકાના તમામ સભ્યો અને કર્મચારીઓનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે અઢી વર્ષના મારા શાસન દરમિયાન વિકાસના જે કામો થયાં તે અંગે મને તમામ સભ્યો ધારાસભ્યશ્રી અને રાજકોટ ભાજપ જીલ્લા સંગઠનથી છે ક પ્રદેશ ભાજપના સંગઠનના તમામ સભ્યો એ જે મદદ કરી છે તે ભૂલાય શકે તેમ નથી
 આ વિકાસયાત્રામાં સહભાગી બનવાર તમામનો આભાર વ્યક્ત કરું છું જસદણના નાગરીકોને પણ મારાં તરફથી કોઈ જાણ્યે અજાણ્યે કઈ દુઃખ પહોચ્યું હોય તો હું માફી માંગી છું કાલે શુક્રવારે સાંજે મારા શાસનનો છેલ્લો દિવસ છે આ દરમિયાન જસદણમાં રેકોર્ડબ્રેક વિકાસના કામો થયાં છે જેનો સઘળો યશ ભાજપ પાર્ટીના તમામ નાના મોટા કાર્યકરોને ફાળે જાય છે અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકાના બોર્ડની મુદ્દત કાલે શુક્રવારે સાંજે પુર્ણ થઈ રહી છે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત નક્કી થઈ ન હોવાથી હાલ ચૂંટણી પાછી ઠેલાઈ છે એટલે જસદણની પ્રજાને નવા પદાધિકારીઓ માટે ત્રણ થી ચાર મહિના સુધી હજું રાહ જોવી પડશે.
વધુ નવું વધુ જૂનું