વિંછીયાના રેવાણીયા ગામે ગાંજાના જથ્થા સાથે રાજુ જમોડ પકડાયો
- પકડાયેલ રાજુ ગાંજાનો બંધાણી હોય પોતાના માટે અને વેચાણ માટે ગાંજો વાવ્યો'તો : રૂરલ એસઓજીનો દરોડો
- વિંછીયાના રેવાણીયા ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ રેવાણીયા ગામે રહેતો રાજુ છગનભાઇ જમોડ ગાંજાનો જથ્થો વેચતો હોવાની બાતમી મળતા રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ કે.બી.જાડેજા તથા પીએસઆઇ બી.સી.મિયાત્રા સહિતના સ્ટાફે રેઇડ કરી રાજુને ૫ કિલો ૪૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો કિં. ૫૪,૮૦૦ના જથ્થા સાથે પકડી પાડી વિંછીયા પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ રાજુ પોતે ગાંજાનો બંધાણી હોય પોતાના માટે અને ગાંજાનો જથ્થો વેચવાના ઇરાદે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરી ગાંજો તૈયાર કર્યો હતો અને અમુક જથ્થો વેચ્યો હતો અને બાકીનો જથ્થો વેચે તે પૂર્વે રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.