મોબાઈલ આવવાથી આપણા કેટલાક કામો સાવ સહેલા થઈ ગયા છે.તો કેટલીક નવી તકલીફો મુશ્કેલીઓ ઊભી થઈ છે .લોક ડાઉન વખતે આપણે બાળક રડતું હતું તો એના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હતા બાળક તરત જ ચુપ થઈ જતું હતું .આ આપની મોટી ભુલ હતી.
બાળકો ઓનલાઈન ક્લાસમાં અભ્યાસ કરે છે કે બીજી બધું જોઈ રહ્યા છે .એની પર આપને દયાન આપ્યું નહીં .એને કારણે બાળકોને ગેમની લત લાગી ગઈ છે .બાળકો કિશોરો પોન સાઇટ જોવા માંડ્યા છે .
મોબાઈલ પર વધુ સમય આપવાવાલા બાળકો બહાર બીજા શેરી મોહલ્લા કે સ્કુલના બીજા મિત્રો સાથે જલ્દી હળીમળી શકતા નથી .જલ્દી અપનાપનની લાગણી સમજતા નથી.આ બાળકો યુ ટ્યૂબ પર વિવિધ રમતો ના જોવાનું જોઈ લે છે.
બાળકો વધુ મોબાઈલ જોઈ તો તેમની એકાગ્રતા ઘટે છે .કામ કરવાની ક્ષમતા પણ ઘટે છે .આપને કઈ કહીએ તો સાંભળતા નથી.કોઇ કામ સોપીએ તો જવાબ આપતા નથી .ઊભા થતા નથી.
સૌથી મહત્વની વાત આવા બાળકો શાળાની પરીક્ષામાં સારો દેખાવ કરી શકતા નથી .બાળકોના માનસિક આરોગ્યને પણ નુકસાન થાય છે .
એને માટે ઘરમાં બાળકોને નાના નાના કામ સોંપવા જોઈએ કપડાં ઘડી વાળીને મુકવાની ટેવ પાડવી જોઈએ સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રાખવાની જરૂર છે .
તમારા બાળકને વધુમાં વધુ પ્રશ્ન કરવાની છૂટ આપો.શક્ય હોય એટલા પ્રશ્નના જવાબ પણ આપો.આનાથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે બાળકોને કઈ નવું શીખવા અને જાણવા મળે છે.
બાળકોને આપણે શાળા ટ્યુશન કલાસોમાં વ્યસ્ત કરી દીધા છે તેથી બાળકોનું બીજું વાંચન સાવ ઘટી ગયું છે.બાલ સાહિત્ય પર બાળકો તો ઠીક આપને મોટા પણ દયાન આપતા નથી .બાળકો તો એટલું જ વાંચવાના છે જેટલા પુસ્તક માતાપિતા લાવી આપે.પરિણામે બાલ સાહિત્યથી બાળકો પરિચિત થતા નથી બાલ સાહિત્ય વધારે લખાતું નથીં.અને લખાય છે તો વંચાતું નથી.એવું સાહિત્ય આપણે બાળકો સુધી જવા દેતા જ નથી કે જે બાળકો હોંશે હોંશે વાંચે.અને બલમિત્રોને પણ વંચાવે.
આપને હરવા ફરવામાં કે ચિત્ર જોવામાં કે મોલમાં હજારો રૂપિયા વાપરી કાઢીએ છીએ.પણ યાદ કરો તમે છેલ્લું પુસ્તક ક્યારે વેચાતું લીધું હતું? તમને યાદ નહી આવે કારણકે ઘણો સમય થઈ ગયો છે કે પુસ્તક ખરીદવા તમેં ખિસ્સામાં હાથ નાખ્યો હોય?
આપને એમ સવાલ કેમ કોઈ દિવસ થતો નથી કે આપના બાળકોને આપણે ઉછેરી રહ્યા છે કે મોબાઈલ ?
બાળકો 24 કલાકમાંથી સૌથી વધુ સમય તમારા સાથે પસાર કરે છે કે મોબાઈલ સાથે?
શાંતિથી બેસીને વિચારો.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information