અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આ કુતરાઓના ત્રાસથી શહેરીજનોને કોણ મુક્તિ અપાવશે ?

આ કુતરાઓના ત્રાસથી શહેરીજનોને કોણ મુક્તિ અપાવશે ?

હમણાં છેલ્લા કેટલા સમયથી સુરત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં કુતરાઓનો આતંક વધી ગયો છે.
રોજ રાત પડે અને ભેગા મળીને કુતરાઓ ભસવાનું શરૂ કરી દે છે આવતા જતા રાહદારીઓની તો ત્યાંથી પસાર થવાની હિંમત જ ક્યાંથી થાય?
લોકો રીતસર ડરવા લાગ્યા છે.ખાસ કરીને મહિલાઓ નાના બાળકો અને વડીલો ભયભીત છે. 
એક કુતરો ભસવાનું ચાલુ કરે એટલે કોણ જાણે ક્યાંથી બીજા બે ચાર કુતરાઓ આવી સામુહિક રીતે ભસવાનું ચાલુ કરી દઈ ખોફનાક મંજર ઊભો કરી દે છે આટલું ઓછું હોય એમ આજુબાજુની શેરીના મોહલ્લાના કુતરાઓ પણ ધસી આવી ભસવાનું ચાલુ કરી દઇ લોકોનું જીવવું હરામ કરી દે છે સતત કલાક બે કલાક આ ભસાભસી ચાલુ રહે છે તમારી રાતોની ઊંઘ ચેન હરામ કરી દે છે આ કુતરાઓ રાતે આપના ઘરોમાં પણ શાંતિથી સુવા દેતા નથી .આખા દિવસના આપણે થાક્યા પાક્યા હોય આપના ઘરે રાતે નિરાંતથી સુવાની તૈયારી કરીએ કે આ સામુહિક આતંક શરૂ થઈ જાય છે.
આ લોકો રોજ આવી રીતે સુવા ના દે તો આપણે સુવું ક્યારે? 24 કલાકમાં આપણે આરામ ચેન ઊંઘ ક્યાં મેળવવા જવું?
રાતે તો ઠીક દિવસે પણ આ લોકો શાંતિ લેવા દેતા નથી .ક્યાંક કોઈ મહિલાની સાડીનો છેડો પકડી લે છે તો ક્યાંક નાના બાળકોને બચકા ભરી દે છે .એમની સામેથી નીકળવાની કોઈની તાકાત નથી .
હમણાં હમણાં કુતરા કરડવાના બનાવો કેમ વધી ગયા છે એ સમજ પડતી નથી .આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હોય તો બતાવો.
સરકાર શહેરીજનોને કુતરાઓ કેમ કરડે નહીં એ વિશે કોઈ આયોજન કરતી નથી .કોઈ જાણકારની સલાહ લેતી નથી .અને શહેરીજનોને આ કુતરાઓ વચ્ચે છુટા મુકી દીધા હોય એમ લાગે છે આખા સુરતમાં ક્યાંય પણ કુતરાઓને પકડીને ખસીકરણ કરતી ટીમ દેખાતી નથી ખાસ કરીને રાતે રખડતા આવારા કુતરાઓને પકડી દુર જંગલમાં મુકી દેવા જોઈએ.
આ કુતરાઓનો ત્રાસ ખુબ જ વધી ગયો છે એમને પકડી પકડીને અલગ જગ્યા પર રાખવાની અથવા જ્યાં નડતર ના હોય ત્યાં દુર મુકી આવવાની ખાસ જરૂર છે 
રાતે 9 પછી તો આખા શહેરમાં આ કુતરાઓનું એકચક્રી શાસન હોય છે દરેક ગલીઓમાં દરેક શેરી મોહલ્લામાં દરેક ચાર રસ્તે આ ખુંખાર કુતરાઓ તમને જોવા મળશે.
સરકાર હાથ ઊંચા કરવા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાનું શરૂ કર્યું છે .અહીં રોજ 50 કેસો માત્ર કુતરા કરડવાના જ આવતા હોવાથી નવો અલાયદો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે 
વોર્ડ તો ખોલી દીધો પણ જેમને કુતરાએ બચકું ભરી દીધું હોય વધુ ઇજા કરી હોય એ દર્દીને ઇન્ફેક્શન રોકવા તાત્કાલિક બચાવવા જરૂરી એવા રેબીસ ઇમ્યુનોગ્લોબીન ઇન્જેક્શન નવી સીવીલમાં 3 દિવસથી ખલાસ થઈ ગયા છે રાજ્યસરકારે ફાળવેલા ઇન્જેક્શનનો જથ્થો ખલાસ થઈ ગયો છે બે વખત માગણી છતાં ઇન્જેક્શનનો જથ્થો મોકલતો નથી
ઘણા દર્દીઓ હેરાન પરેશાન થઈ જતા બુમાબુમ થતા કામચલાઉ સ્મીમેર હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મંગાવી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે 
હાલમાં વેડરોડ પર એક સાથે 9 વ્યક્તિઓને કુતરાઓ કરડ્યા હતા એમાંથી એક બાળકીને ગંભીર ઈજા થઈ છે.
માત્ર વોર્ડ ખોલી દેવાથી આ સમસ્યા દુર થવાની નથી .રોજેરોજ ક્યાં સુધી શહેરીજનો કૂતરાથી ગભરાતા રહેશે? શુ આનો બીજો કોઈ રસ્તો નથી? શુ આ સમસ્યાનો બીજો કોઈ નિકાલ નથી? કુતરાઓને પકડી પકડી ખસીકરણ કરવું પડશે જે માટે બજેટમાં જોગવાઈ છતાં આ કામ થતું નથી અને ક્યારેય થવાનું પણ નથી બીજું આ લોકો કુતરાઓ પકડે તો એની સંખ્યા હવે વધી ગઈ છે તો આટલા બધા કૂતરાઓને પકડીને ક્યાં રાખે ? હજુ રખડતા ઢોર વિશે તો હાઇકોર્ટેના આદેશ પછી પણ કોઈ કાર્યવાહી કરી શકાતી નથી એમાં પાછા આટલા બધા કૂતરાઓને કેવી રીતે પકડવા ? આટલા બધા કૂતરાઓને પકડી રાખવા ક્યાં? આટલા બધા કુતરાઓને પકડી પછી એનું શું કરવું?.
આજ સવાલ પર આવીને બધાની ગાડી અટકી જાય છે 
સરકાર શહેરીજનો સ્વૈચ્છિક સંગઠનોએ સામાજિક સંસ્થાઓએ સામુહિક રીતે મનન ચિંતન કરી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવો જ પડશે.
બોલો છે તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

વધુ નવું વધુ જૂનું