અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપણે કોઈને બે પાંચ હજાર આપના ફાયદા સીવાય આપીએ છીએ ખરા ?

આપણે કોઈને બે પાંચ હજાર આપના ફાયદા સીવાય આપીએ છીએ ખરા ?

આપને કોઈ સારા પ્રસંગમાં જવાનું હોઈએ તો પહેલા પત્નીને એમ કહીએ છીએ કે આપને ત્યાં કેટલા રૂપિયાનું કવર મુક્યું હતું સામાન્ય રીતે એ ભાઈ આપને ત્યાં 1100 રૂપિયા આપ્યા હોય તો આપને હવે 1552 રૂપિયા કવર આપી દઈએ છીએ .બરાબર વ્યવહારની વાત છે.અને એમાં પાછું આપને આખું ઘર જમીને પણ આવીએ છીએ ભોજન ખાધા કરતા બગાડી વધુ આવીએ છીએ એ વિશે પછી ક્યારેક ચર્ચા કરીશું 
2019 થી 2021 ના સમયગાળા દરમિયાન એક લાખ 12 હજાર મજુરોએ આપઘાત કર્યો છે મજુરી પર રોજ કામ કરતા કામદારોએ આપઘાત કર્યો છે થોભો હજુ વાંચો આ જ સમયગાળા દરમિયાન 66વ912 ગૃહિણીઓએ પણ આપઘાત કર્યો છે 53661 પોતાનો નાનો વેપાર કરતા લોકોએ આપઘાત કર્યો છે 43419 બેરોજગારોએ ઓએ પણ આપઘાત કર્યો છે.35 950 વિદ્યાર્થીઓએ પણ આપઘાત કર્યો છે 31વ839 ખેતી સાથે સંકળાયેલા લોકોએ આપઘાત કર્યો છે 
આજ સમયગાળા દરમિયાન 2020 - 2021 માં માત્ર બી.જે.પી.ની જ વાત કરીએ તો 477 કરોડ દાનમાં મળ્યા છે હજુ થોભો 2021 - 2022 માં માત્ર બી.જે.પી.ને જ 614 કરોડ દાનમાં મળ્યા છે કુલ અંદાજે બધા પક્ષો મળીને 780 કરોડ દાન મળ્યું છે આમાં 4000 હજાર તો વ્યક્તિગત રૂપે દાન આપવાવાલા છે.માત્ર બી જે.પી .ને જ બે વરસ દરમિયાન 1091 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે 
વિચારો 1000 કરોડ કરતા વધુનું દાન કરનારાઓએ આટલી બધી મોટી રકમ દાનમાં કેમ આપી? ગયા વરસે 477 કરોડ દાનમાં આપનાર કઈ કઈ કંપનીઓ હતી ? આ કંપનીઓને ગયા વરસે શુ શુ ફાયદો થયો? ક્યાં ક્યાં લાભો આપવામાં આવ્યા? 477 કરોડની સામે કેટલા કરોડો અબજોનો ફાયદો કરાવવામાં આવ્યો? કેટલો મોટો લાભ અને ફાયદો કરાવવામાં આવ્યો કે કંપનીઓએ આ વખતે 477 કરોડની જગ્યા પર 614 કરોડનું દાન આપ્યું? આટલી મોટી રકમ દાનમાં આપી એમાં ઇન્કમટેક્સને કેટલો ટેક્ષ આપવામાં આવ્યો? કે આપ્યો જ નથી? આટલી બધી રકમોનો હિસાબ કેમ લેવામાં આવતો નથી ?
દાન કરનારા દિવસે દિવસે કેમ વધતા જાય છે? દાનમાં અપાતી રકમો કેમ વધતી જાય છે ? આ કંપનીઓ દાન આપવામાં આટલી બધી દિલદાર કેમ છે? આટલું બધું છુટા હાથે દાન કેમ આપે છે? 
આ કંપનીઓએ રૂપિયાના અભાવે ભુખે મરતા મજુરો કેમ દેખાતા નથી? રૂપિયાના ત્રાસથી મજબુરીથી આપઘાત કરતી ગૃહિણીઓએ કેમ દેખાતી નથી? મોટી મોટી કંપનીઓ સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી પર લેતી નથી કંટાળીને આપઘાત કરનારા શિક્ષિત બેરોજગાર યુવાનો કેમ આ કંપનીઓને દેખાતા નથી? ખેડૂતોની ખેતી હડપ કરવી છે પણ દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો આપઘાત કરે છે એ કેમ કંપનીઓને દેખાતું નથી? દેશનો શિક્ષિત બેકાર યુવાન 50 હજાર કે એક લાખની મદદથી પોતાનો સારો બિઝનેસ કરી શકે છે એમના પરિવારનું ભરણપોષણ કરી શકે છે એવા લાખો શિક્ષિત યુવાનોને કેમ આ મોટી જાયન્ટ કંપનીઓ લાખ બે લાખ લોન કેમ આપતી નથી? અરે રૂપિયા તો ઠીક કામ પણ આપતી નથી 
સ્વાભાવિક છે કે આજે કોઈ પાંચ રૂપિયા પોતાના લાભ વગર ફાયદા વગર આપતું નથી અરે કોઈને પાંચ રૂપિયાની ચાહ કે પાંચ રૂપિયાની ગુટકાની પડીકી ખવડાવતા પણ વિચાર કરવો પડે છે ત્યાં આટલું બધું આટલી મોટી માત્રામાં દાન કેમ આપવામાં આવ્યું? 
આટલી બધી જંગી રકમો દાનમાં આપનાર કંપનીઓ આપના દેશમાં છે એ આપના બધા ભારતીયો માયે ગર્વની વાત છે પણ આપને પીઠ થાબડવી હોય તો નામ વગર કેવી રીતે થાબડવી? અભિનંદન જે શુભેચ્છાઓ આપવી હોય તો કોને આપવી? 
આ લોકોના નામ કેમ જાહેર કરાતા નથી? નામ જાહેર થાય તો ટી.વી .પેપરમાં ફોટા આવે તો સમાજમાં દેશમાં નામ થાય માન સન્માન મળે વાહ વાહ થાય અને બીજી કંપનીઓ કે વ્યક્તિઓએ દાન આપવાની પ્રેરણા મળે બરાબરને દાન આપનાર કંપનીઓ અને વ્યક્તિઓના નામ જાહેર થવા જોઈએ કે નહી?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું