અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

દર્દીઓને સડસડાટ દોડાવતાં ઓર્થોપેડિક ડો. વિજય સરધારાનો આજે જન્મદિવસ

દર્દીઓને સડસડાટ દોડાવતાં ઓર્થોપેડિક ડો. વિજય સરધારાનો આજે જન્મદિવસ
જસદણ અને રાજકોટમાં ઓર્થોપેડિક ક્ષેત્રની ઓથોરિટી ગણાતાં સર્જન ડો. વિજયભાઈ સરધારાનો આજે શનિવારે જન્મદિવસ હોવાથી તેમને ઠેરઠેર થી આ નિમિતે વિવિધ માધ્યમો પર શુભેચ્છા મળી રહી છે તા. ૪ ફેબ્રુઆરી ૧૯૮૨ ના રોજ જન્મેલ છેલ્લાં દશ વર્ષથી જસદણ શહેરમાં ડોકટર હાઉસમાં અને રાજકોટમાં આરોગ્યમ હોસ્પિટલમાં અત્યાનુધિક વિજ્ઞાન દ્વારા હજ્જારો દર્દીઓને સાજા કરી દોડતાં કરનાર અને ઓર્થોપેડિક ક્ષેત્રની ઓથોરિટી તરીકે નામના ધરાવતાં સર્જન ડો. વિજયભાઈ સરધારા આજે એમનાં યશસ્વી જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે 
દર્દીઓમાં ઇશ્વરના દર્શન કરનારા ડો. વિજયભાઈ પોતાના પરોપકારી અને મળતાવડા સ્વભાવથી ટૂંકા વર્ષ ગાળામાં જસદણ વીંછીયા પંથક સહિત રાજકોટ જીલ્લાભરમાં જબરજસ્ત લોકચાહના મેળવી છે આજે પોતાની આનંદમય જીવનયાત્રાના ૪૧ વર્ષમાં વટભેર પ્રવેશ કરતાં એમનાં વિશાળ મિત્ર મંડળ દૂર દૂર સુધીના સબંધો તેમ જ સામાજિક, સેવાકીય, ધાર્મિક, શેક્ષણિક, વૈદકીય, રાજકીય, જેવી વિવિધ સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ અને હોદ્દેદારોએ સવારથી જ (મો.9409405370) ઉપર ડો. વિજયભાઈ સરધારાને જન્મદિવસની ઉમળકાભેર શુભેચ્છા પાઠવી હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું