આપણે ક્યાં સાચા છીએ અને ક્યાં ભુલ કરીએ છીએ ?
આપને રોજ સવારે પહેલા ઊઠીને નાહીધોઈને પહેલું કામ આપના ઇષ્ટદેવને કુલગુરૂને યાદ કરીએ છીએ.પણ એમાં શું આપને પૂરેપૂરું સમર્પણથી એકાગ્રતા આ કામ કરીએ છીએ ખરા?
એક અભણ કારીગરને એક ધાર્મિક સ્થળમાં થોડું કામ કરવાની તક મળી .કારીગર ખુબ ખુશ થયો.એને પૂરેપૂરો પોતાનો કસબ અજમાવી દીલ રેડીને કામ કર્યું.
કામ પતી ગયા પછી એને કામની મજુરીના રૂપિયા માટે ઓફીસમાં ગયો.ઓફીસમાં કારીગરને માનપાન આપવામાં આવ્યું.પીવા માટે ઠંડુ પીણું આપવામાં આવ્યું સારા ઇમ્પોટેડ સોફા પર બેસવાનું કહેવામાં આવ્યું એક ટ્રસ્ટી સાહેબે કારીગરના હાથમાં એક રૂપિયા ભરેલું કવર આપ્યું ભાઈ આ કવરમાં તારી મહેનતના રૂપિયા છે લઈ લે
કારીગરે કવર લઈ ખિસ્સામાં મુકી દીધું અને ટ્રસ્ટી સાહેબનો આભાર માની બહાર જવા ઊભો થયો.ટ્રસ્ટી સાહેબ કહેવા લાગ્યા ભાઈ રૂપિયા ગણી તો લે ભાઈ.પુરા છે ને ?
કારીગર બોલી ઉઠ્યો સાહેબ મને તમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે ભરોસો છે .તમે જે જગ્યા પર છો ત્યાં બેઇમાની છેતરપીંડી કરશો જ નહી .આપ વરસોથી આ ધાર્મિક સ્થળમાં સેવાઓ આપો છો આપની સામે આ રૂપિયા ગણવા બેસું તો આપનું અપમાન કહેવાય આટલું બોલી કારીગર બે હાથ જોડી આભાર માની વિદાઇ થયો
કારીગરના ગયા પછી સાહેબ મનમાં વિચારવા લાગ્યા આ તદ્દન સામાન્ય અભણ કારીગરને મારામાં સંપુર્ણ ભરોસો છે વિશ્વાસ છે અને મને વરસોથી અહીં રહેવા છતાં આ કારીગર જેટલો ભરોસો શ્રદ્ધા છે ખરીઆપને કોઈને કેટલું દાન આપ્યું? એનાથી આપને કેટલો ફાયદો થયો? કેટલું નુકશાન થયું? શુ કરવાથી ટેક્ષ બચી શકે ? શુ કરવાથી વધુમા વધુ ફાયદો થાય એ જ વિચાર્યા કરીએ છીએ.
આપના જીવનમાં આવા નાના નાના બનાવો બનતા હોય છે .
આપને હવે નાની નાની બાબતોને ભુલી જવી પડશે.
મને પુછ્યું નહીં ? મને આમંત્રણ કેમ ના આપ્યું નહીં? મને માન કેમ આપ્યું નહીં?
આ બધું છોડી દેશો તો એનાથી તમારા સગા સબંધીઓ સાથેના વ્યવહારમા નવા પ્રાણ ફુકશે? નવી લાગણીનો અહેસાસ થશે આપનો અહંકાર આપણે ઘણા સગાસબંધીઓ સારા મિત્રોથી દુર કરી દે છે
જો આપણો અહંકાર છુટી જાય તો બધા આપણા જ છે પણ આપણાથી અહંકાર જલ્દી છુટતો નથી.એ જ તકલીફ છે .
જો આપને સમયને ઓળખતા પ્રસંગને સાચવતા માણસને સમજાવતા અને તકને ઝડપતા આવડી ગયું તો સમજી લો આપણે જીતી ગયા .
આપણે હવે એકડે એકથી નવી શરૂઆત કરીએ અને આપણે ખુશ રહીએ રાજી રાજી રહીએ અને આપણે જ્યાં ઊભા હોય ત્યાં આજુબાજુ ચારેબાજુ ખુશહાલ વાતાવરણ ઊભું કરવામાં નિમિત્ત બનીએ પ્રસન્ન રહીએ આનંદમાં રહીએ
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information