ગઢડીયા અને શિવરાજપુર રોડ વચ્ચે અકસ્માત સર્જાયો
ગઢડીયા અને શિવરાજપુર વચ્ચે ગઈકાલ સાંજે 7:00 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક અને ગાય સાથે અકસ્માત થયો હતો જેમાં ટુ-વ્હીલર ને માથાના ભાગમાં ઇજા પહોંચતા બેભાન થયા હતા. ટુ વ્હીલર બેભાન થતા મુસાફરો ઘટના સ્થળે એકઠા થતા 108 ને ફોન કરવામાં આવેલ ત્યારે ટુ વ્હીલર ચાલક ને 108 મારફત સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતા. મળતી માહિતી મુજબ ટુ વ્હીલર ચાલક શિવરાજપુર ગામના રહેવાસી હતા.