કુછ બાત હે કી હસ્તી મીટતી નહી હમારી સદીઓ રહા હે દુશ્મન દોરે એ જમાં હમારા.
હમણાં કેટલા સમયથી ગાંધીબાપુ કરતા ગોડસેને મહાન બનાવવા જે ગણતરીપુર્વક આયોજનપુર્વક વાતો ફેલવવામાં આવી રહી છે તે એક બાલીશ અને હાસ્યાપદ પ્રયત્ન છે .ગાંધીબાપુની મહાનતા અને ગાંધીબાપુને સમજવા મુલવવા એક નહી સાત જન્મ પણ ગોડસે જમાતને ઓછા પડશે.
ગાંધીબાપુ સત્ય છે ગાંધી બાપુ અહિંસા છે.
ગાંધીબાપુ ગ્લોબલ છે.ગાંધીબાપુ છેવાડાના માનવીનું સ્મિત છે.ગાંધીબાપુ વંચિતોની આશ છે.ગાંધીબાપુ વૈશ્વિક માનવી છે.ગાંધીબાપુ સનાતન છે .ગાંધીબાપુ અભણ ગામડાની મહિલાનો વિશ્વાસ છે .ગાંધીબાપુ દરેક વિધાર્થીઓના પાઠ્યપુસ્તકોમાં પણ છે ગાંધીબાપુ શાળા કોલેજો અને યુનિવર્સિટીમાં છે ગાંધીબાપુ સ્વચ્છતા છે.ગાંધીબાપુ સાદાઇ છે.ગાંધીબાપુ અપરિગ્રહ છે ગાંધીબાપુ સહજતા છે ગાંધીબાપુ મસીહા છે ગાંધીબાપુ તારણહાર છે ગાંધીબાપુ ઉપવાસ છે ગાંધીબાપુ નીડરતા છે ગાંધીબાપુ નિર્ભયતા છે આ નીડરતા અને નિર્ભયતા વચ્ચેનો તફાવત કોઈ ગોડસેપ્રેમી ક્યારેય સમજી નહીં શકે.પોતે છેતરાઈ જવું પણ બીજાને છેતરવાનું કોઈ દિવસ પણ વિચાર કરવો નહીં.તમે કઈ ખોટું કરતા હોય અને તમારો અંતરઆત્મા ના પાડે અને તમે ખોટું કરતા અટકી જાવ તો સમજવું કે ગાંધીબાપુ આજે પણ જીવતા છે.
આખા દેશમાં ગાંધીબાપુના નામના રસ્તાઓ માર્ગો અને ગાંધીચોક ગાંધીબાગ ગાંધીપુલ અને ગાંધીબાપુના પૂતળાઓ છે ગાંધીબાપુ સડકથી સંસદ સુધી છે.સૌથી મહત્વની વાત ગાંધીબાપુ 140 કરોડ ભારતીયોના મન મસ્તિષ્ક હૃદય સિંહાસન પર સ્મિત વેરતા બિરાજમાન છે .જે બ્રિટિશ શાસનનો સૂર્ય ગાંધીબાપુએ અસ્ત કર્યો હતો તે બ્રિટનના બર્મિંગહામ પેલેસમાં આજે પણ ગાંધીબાપુ બોખું સ્મિત વેરતા ઊભા છે.
જ્યારે આ ધરતી વરસો નહીં યુગો નહીં સદીઓ તપ કરે ત્યારે એક મુઠ્ઠીભર હાડકાવાલા ગાંધીબાપુ આ ધરતી પર અવતરે છે
બે જુથો એક બીજાના લોહીના પ્યાસા હોય શસ્ત્રો અસ્ત્રો સાથે હિંસક અથડામણ કરતા હોય એ વખતે ખાલી હાથે નિશસ્ત્ર એમની વચ્ચે ધસી જવું અને પાછા ગાંધીબાપુને જોઈ એ બધા પાછા નતમસ્તક થઈ જાય એ ચમત્કાર ગાંધીબાપુ જ કરી શકે આજના કોઈ નેતાનું કામ નહી
આજે જ્યારે વિશ્વ અણુબોંબની ટોચે બેઠું છે તે વખતે વિશ્વને મહાવિનાશથી બચવું હોય તો ગાંધીબાપુની અહિંસાની નીતિ તરફ પાછા વળવા સીવાય બીજો કોઈ રસ્તો નથી.
મહામાનવ ગાંધીબાપુને કોટી કોટી નતમસ્તક વંદન .
અબ્બાસભાઈ કૌકાવાલા.
સુરત
Tags:
Information