WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

50 રૂપિયામાં નવું આધાર કાર્ડ બને.150 રૂપિયામાં નવું પાન કાર્ડ બને અને લિંક કરવાના 1000 રૂપિયા

50 રૂપિયામાં નવું આધાર કાર્ડ બને.150 રૂપિયામાં નવું પાન કાર્ડ બને અને લિંક કરવાના 1000 રૂપિયા

આધાર કાર્ડ સરકારી સેન્ટરોમાં 50 રૂપિયામાં બનાવવામાં આવે છે નવો પાન કાર્ડ 150 રૂપિયામાં બને છે 15 દિવસમાં તમારા ઘરે નવો પાનકાર્ડ આવી જાય છે 
31 મી માર્ચ સુધી આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરાવો તો 1000 હજાર રૂપિયા આપી લિંક કરાવી શકો છો.આ રકમ વધારે પડતી છે અરે ખુબ જ વધારે પડતી રકમ છે .
એક બાજુ સરકાર 15 વરસથી ગરીબો અને મધ્યમ વર્ગને બેકિંગ સુવિધાઓઓનો લાભ મળે તે માટે ઝીરો બેલેન્સથી ખાતાઓ ખોલી આપતી હતી .
હવે 1લી એપ્રિલ પછી આધાર પાન કાર્ડ લિંક કરાવવા પેનલ્ટી લાગી શકે છે એટલે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરાવનારાઓ પેનલ્ટીના દરે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરાવશે નહીં 
બીજું આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરાવવાનાર પાન કાર્ડ કે આધાર કાર્ડમાં નામ સરનામાંમા ભુલ હોય સુધારો વધારો કરવો હોય કે બીજા ફેરફાર કરવા હોય 15 દિવસ લાગે છે આ મુદ્દો પણ આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરાવવામાં મહત્વનો મુદ્દો છે 
ભારતમાં લગભગ 61 કરોડ વ્યક્તિઓ પાન કાર્ડ આધાર કાર્ડ ધરાવે છે એમાંથી 48 કરોડ આધાર કાર્ડ પાનકાર્ડ લિંક થઈ ગયા છે 13 કરોડ લોકોએ હજુ પાનકાર્ડ આધાર કાર્ડ લિંક કરાવ્યા નથી આમાં મોટે ભાગે સિનિયર સીટીઝન અને મહિલા વર્ગ સામેલ છે
એમાં પણ સિનિયર સીટીઝન અને ઘરમાં રહેતી મહિલાઓને ઓળખના પુરાવા તરીકે નાની બચત માટે બેંકમાં કે પોસ્ટ ઓફીસમાં આધાર કાર્ડ કે પાન કાર્ડની જરૂર હોય છે આ લોકો માટે 1000 રૂપિયા વધારે મોટી રકમ છે 
કેટલાક પાસે આધાર કાર્ડ છે તેના આધારે બેંક એકાઉન્ટ ખુલી ગયા છે પણ પાન કાર્ડ નથી નવો પાન કાર્ડ બનાવવા 15 દિવસ લાગે એમ છે બીજું 150થી 200 રૂપિયા ખર્ચ થાય એમ છે તેથી આ લોકો આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવાની ઉતાવળ કરતા નથી .
આધાર કાર્ડ પાનકાર્ડ લિંક નહીં કરાવો તો તમારું બેંક એકાઉન્ટ સ્થગિત થઈ જશે .તમે રોકડા રૂપિયા ઉપાડી શકશો નહી અને રોકડા રૂપિયા જમા પણ કરાવી શકશો નહીં.
હમેં સરકારને અપીલ કરીએ છીએ કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવવાની મુદ્દતમાં થોડો વધારો કરી આપે .થોડો સમય હજુ આપે કેમ કે 13 કરોડ આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવાના બાકી છે અને બીજી વાત કે 1000 રૂપિયા પેનલ્ટી વધુ પડતી રકમ છે એમાં રાહત આપવા મહેરબાની કરવા અપીલ કરીએ છીએ..
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો