સુરતના રમજાન બજારોની આગવી અનોખી રોનક હોય છે
રમજાન મહિનો આવે એટલે ઠેકઠેકાણે સ્પેશિયલ રમજાન બજારો ભરાય છે .પહેલા રાંદેર ઝાંપાબજારમાં આ બજાર ભરાતું હતું હવે રાંદેર ઝાંપાબજાર સગરામપુરા તલાવડી ચોક બજાર નાનપુરા મુરગવાન ટેકરા લિબાયત મીઠી ખાડી સહિત અનેક સ્થળોએ નાના મોટા બજારો ભરાય છે.
સુરતના લાલ ટાવરની જરા નીચે તમે આવો એટલે ઝાંપાબજાર આવે અહીં બારેમાસ વેજ નોનવેજ વાનગીઓ મળે છે .પણ રમજાન મહિનાના બજારની આગવી રોનક અને શાન હોય છે.
સુરતીઓ આમ પણ ખવાપીવાના શોખીન ગણાય છે અહીં ઝાંપાબજારમાં એટલી બધી વેજ નોનવેજ વાનગીઓ મળે છે કે તમને એમ થાય કે આ વાનગીનો ટેસ્ટ કરું કે પેલી વાનગીનો ટેસ્ટ કરું ?
સ્વાદ રસિયા સુરતીઓ ગરમાંગરમ ખાઈ લે છે પછી પાછા ઘર માટે પણ પાર્સલ લઈ જાય છે આ બજારની રોનક રાતે માણવા જેવી હોય છે માત્ર સુરત જ નહી ઠેઠ દક્ષિણ ગુજરાતના નાના કસ્બાઓ ગામડાઓમાંથી પણ લોકો આ બજારની મુલાકાત લે છે.અહીં અલગ અલગ વિવિધ સ્વાદિષ્ટ વાનગી ગરમાંગરમ ટેસ્ટફુલ મળે છે સાથોસાથ વાજબી અને કિફાયતી ભાવે તમારા ખિસ્સાને પોષાય એ ભાવે મળે છે
અહીં કોઈ પણ વેપારીને કોઈ પણ ગ્રાહક સાથે રૂપિયા બાબતે કોઇ રકઝક આજ દીન સુધી થઈ નથી આ વેપારીઓની સેલ્સમેન જબરા છે .આ વેપારીઓની આવડત કલા અને વ્યવહાર ગજબનો છે .
તમને અહીં એ ટુ ઝેડ આઇટમ વસ્તુઓ મળી રહેશે.ખાવાપીવાની વાનગીઓ સાથે કપડાં બુટચંપલ કટરેલી સામાન પટ્ટાઓ મોજા ટોપી ચશ્માં બધું જ મળી આવશે
ખાવાપીવાની તો અઢળક આઇટમો મળશે અહીં સમોસામાં જ દસ વેરાયટી મળશે .દાળના સમોસા બટાકાના સમોસા ચીકનના સમોસા મટનના સમોસા મળશે
મસાલા ઢોસા તમને 50 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીની વેરાયટીઓ મળશે દાળ નારિયેળની ચટણી સાથે તમે માંગો એવા મસાલા ઢોસા મળશે .
રમજાન મહિનાનું ખાસ આકર્ષણ પરાઠા અને કુલ્ફીઓ હોય છે.ગરમાગરમ પરાઠા તમને માંગો એવા મળશે.તમે એક જ પરાઠું ખાઈ લો તો તમારું પેટ ભરાઈ જાય.પરાઠાનો સ્વાદ અને લિજ્જત માણવા જેવી હોય છે
પરાઠા પછી તમારા માટે વિવિધ ફ્લેવરમાં ઠંડી મીઠી કુલ્ફીઓ હાજર છે .સરસ મજાની કુલફીનો સ્વાદ જ નિરાળો હોય છે .
ચીકનની તો તમને સેંકડો વાનગીઓ મળશે લેગ પીસ સીના પીસ આખી ચિકન મચ્છી મસાલા ચિકન ચિકન 65 જેવી સેંકડો ચીકનની વાનગીઓ ગરમાંગરમ મળશે ફાલુદો હૉલા દુધ મળશે .
વરસોથી જાણીતી અને માનીતી બારાહાડીની અવનવી વાનગીઓ નલલી નિહારી પાયા સહિતની વેટયટીઓ તમારા મોઢામાં પાણી લાવી દેશે .
માલપુડા ચણા ચટપટી આલુંપુરી ખાવસા પણ હાજર છે .
બિરયાનીના શોખીનો માટે મટન બિરયાની ચિકન બિરયાની હાજર જ છે પુલાવ પાત્રા ગોસ દાળભાત ચણા મસાલા દૂધી ગુવાર સિંગ સરગવાની સિંગ પણ મળી આવશે
આઈસ્ક્રીમ વિવિધ ફ્લેવરમાં અને માંગો તે પીણાં પણ ઠંડા મળશે .
વરસોથી તવાની આઇટમો વેંચતા વેપારીઓ નાનચાપ ખીમાંની સિક કલેજી ખીરી મટનની વાનગીઓ પણ ગરમાગરમ હાજરમાં મળશે .એક અનોખું અનન્ય આગવું અદભુત અણમોલ બજાર હોય છે તમેં એક વખત મુલાકાત લો તો તમને વારંવાર આવવાનું મન થશે .
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information