અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ભાડલામાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી ખેતીની જમીન પચાવી પાડવાના બનાવમાં બે શખ્સોની ધરપકડ

જસદણના ભાડલામાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી ખેતીની જમીન પચાવી પાડવાના બનાવમાં બે શખ્સોની ધરપકડ,

જસદણના ભાડલામાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી ખેતીની જમીન પચાવી પાડવાના બનાવમાં બે શખ્સોની ધરપકડ,અન્ય 4 શખ્સોની શોધખોળ- 
હક્ક કમીના સોગંદનામામાં નોટરી પાસે મૃત વ્યકિતની જગ્યાએ બોગસ આધારકાર્ડના આધારે જીવતા બતાવ્યા હતા.- 

બીનઅવેજી હક્ક જતો કરવાનું રૂ.300 નું સ્ટેમ્પ પેપર ઉપર ખોટુ સોગંદનામું બનાવી તે સોગંદનામું મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરતા ભાંડો ફૂટ્યો હતો.

જસદણ તાલુકાના ભાડલા ગામે મૃતક વ્યક્તિઓને જીવતા બતાવી પટેલ વૃધ્ધાની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્રો સહિત 6 શખ્સોએ કારસો રચતા 6 શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. 

જે ફરિયાદના આધારે જસદણ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ભાડલા ગામે રહેતા પ્રભાબેન જીણાભાઈ કાકડીયા(ઉ.વ.67) એ તેમના જેઠના ત્રણ દિકરા ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા), દિલીપ કાનજી કાકડીયા(રહે-રાજકોટ), દલસુખ કાનજી કાકડીયા(રહે-ખેરડી) અને તેજા લવા મેટાળીયા(રહે-વેરાવળ ભાડલા), ભીખા પ્રેમજીભાઈના બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિત તેમજ બોગસ આધાર કાર્ડ બનાવનાર શખ્સ સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. 

જે ફરીયાદમાં જણાવ્યા મુજબ, ભાડલા ગામની સર્વે નં.291 તથા સર્વે નંબર 274 ની જમીન મળી કુલ સાડા 19 વિઘા જમીન મારા મોટા સસરા ભીખાભાઈ, પોપટભાઈ તથા મારા સસરા નરસીંહભાઈ કાકડીયાના સંયુકત ખાતે આવેલ છે. 

ગત તા.23-1 ના રોજ અમો ફરીયાદીને જાણવા મળેલ કે ઓનલાઈન હક્ક કમીની નોંધ થઈ છે. જેથી તે અંગે તપાસ કરતા એવું જાણવા મળેલ કે અમારા જેઠના ત્રણેય દિકરાઓ ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા), દિલીપ કાનજી કાકડીયા(રહે-રાજકોટ), દલસુખ કાનજી કાકડીયા(રહે-ખેરડી)એ આરોપી તેજા લવા મેટાળીયા, ભીખા પ્રેમજીના બોગસ આધારકાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યક્તિ અને બોગસ આધારકાર્ડ બનાવનાર શખ્સ સાથે મળી જમીન પડાવી લેવા માટે કાવત્રુ રચી ફરીયાદીના મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈ મરણ ગયેલ હોવા છતા 

તેઓને જીવતા બતાવી આરોપી તેજા લવા મેટાળીયાને ફરીયાદીના મરણજનારા મોટા સસરા પોપટભાઈ બનાવી તથા આરોપી ભીખાભાઈ પ્રેમજીભાઈ બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિતને મરણજનારના મોટા સસરા ભીખાભાઈ બનાવી 

આરોપી તેજા લવા મેટાળીયા તથા ભીખાભાઈ પ્રેમજીભાઈ બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિતના ફોટાવાળુ અન્ય એક આરોપીએ બોગસ આધારકાર્ડ બનાવી આ આધારકાર્ડ સાથે આરોપીઓ જસદણના નોટરી એન.જે.રાઠોડ રૂબરૂ જઈ આરોપી તેજા લવા મેટાળીયા તથા ભીખાભાઈ પ્રેમજીભાઈ બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિતએ ફરીયાદીના મરણજનારના મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈની ઓળખ આપી 

ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું રૂ.300 નું સ્ટેમ્પ પેપર ઉપર ખોટુ સોગંદનામું બનાવી અને આ હક્ક કમીનું સોગંદનામુ મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરી 

જમીન હડપ કરવા પ્રયાસ કરેલ છે. ફરીયાદીના મરણજનાર મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈની ઓળખ આપી ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું રૂ.300 નું સ્ટેમ્પ પેપર ઉપર ખોટુ સોગંદનામુ બનાવી અને આ હક્ક કમીનું સોગંદનામું મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરી જમીન હડપ કરવા પ્રયાસ કરેલ છે. 

આ હક્ક કમીની અરજી ફરીયાદીના મોટા સસરા પોપટભાઈ મૃત્યુ પામેલ હોવા છતા તેઓને આરોપી ભરત તથા તેઓના ભાઈઓએ અરજદાર તરીકે મારા મોટા સસરા પોપટભાઈ જીવતા ન હોવા છતા તેને જીવતા દેખાડીને અરજીમાં મૃતક પોપટભાઈને બદલે ખોટા આધારકાર્ડવાળા તેજા મેટાળીયાએ અરજીમાં અંગુઠાનું નિશાન કરી આપેલ છે અને તે ભરતે ઓળખી બતાવેલ છે. 

આરોપી તેજા અમો ફરીયાદીના પતિના મિત્ર છે. જેથી આ ફરીયાદના આધારે જસદણ પોલીસે ઉકત તમામ આરોપીઓ સામે આઈપીસી 465, 467, 468, 471, 120(બી) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. 

જે બનાવમાં જસદણ પોલીસે ફરિયાદીના જેઠના દિકરા ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા) અને તેજા લવા મેટાળીયા(રહે-વેરાવળ ભાડલા) નામના બન્ને શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડી પાડવા જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી.જાનીએ ચક્રોગતિમાન કર્યા છે.
વધુ નવું વધુ જૂનું