અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પાન કાર્ડને તુરંત આધાર કાર્ડ સાથે લિંક કરાવો, નહિં તો રૂ. 10 હજાર સુધીની પેનલ્ટી ભરવી પડશે

આવકવેરા વિભાગે PAN કાર્ડ ધારકોને એક તાકીદની નોટિસ જારી કરીને કહ્યું છે કે PAN આધાર લિંક ફરજિયાત કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે 1 એપ્રિલથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, તેથી જો PAN ધારકો તેને નિર્ધારિત સમયમાં લિંક નહીં કરે તો તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. નિષ્ક્રિય PANનો ઉપયોગ કરવા પર 10,000 રૂપિયાની પેનલટી થઈ શકે છે.
આવકવેરા વિભાગે પાન કાર્ડ ધારકોને કહ્યું છે કે કૃપા કરીને વિલંબ ન કરો, આજે જ તમારા PAN ને આધાર સાથે લિંક કરો.
આવકવેરા વિભાગે એક તાકીદની સૂચના દ્વારા જણાવ્યું છે કે આવકવેરા અધિનિયમ 1961 મુજબ, તમામ PAN ધારકો જે મુક્તિ શ્રેણી હેઠળ આવતા નથી, તેઓએ 31 માર્ચ, 2023 પહેલા તેમના PAN નંબરને આધાર નંબર સાથે લિંક કરવો જોઈએ.

PAN 1 એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે
આવકવેરા વિભાગે કહ્યું છે કે જો PAN કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી, તો 1 એપ્રિલ, 2023 થી, તમારું PAN આવકવેરા કાયદાની કલમ-139AA હેઠળ રદ કરવામાં આવશે. આ પછી પાન કાર્ડનો ઉપયોગ કરી શકાતો નથી.

નિષ્ક્રિય PANનો ઉપયોગ કરવા બદલ 10,000 દંડ
આવકવેરા કાયદા અનુસાર નિષ્ક્રિય પાન કાર્ડનો ઉપયોગ કરવા પર 10,000 રૂપિયાનો દંડ લગાવવાની જોગવાઈ છે. તેથી, જેમની પાસે PAN કાર્ડ છે અને તેઓ આવકવેરા દ્વારા આપવામાં આવેલી છૂટ માટે પાત્ર નથી, તેઓએ તેને 31 માર્ચ, 2023 પહેલા લિંક કરવું પડશે.
લેટ ફી ભરીને હવે લિંક કરો
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 1 જુલાઈ, 2022 સુધી, PAN ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા મફત છે. પરંતુ, જુલાઈ પછી, હવે PAN લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે અને આ માટે PAN ધારકોએ લેટ ફી તરીકે 1,000 રૂપિયા ચૂકવવા પડશે.

પાન-આધારને કેવી રીતે લિંક કરવું ?
તમારા આધાર સાથે PAN લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેમાં થોડો સમય લાગે છે

આવો જાણીએ ઓનલાઈન લિંકિંગની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ.

Step 1:
પાન કાર્ડ ધારકો સૌ પ્રથમ આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ (www.incometaxindiaefiling.gov.in) પર જાઓ.

Step 2: 
આ પછી વેબસાઈટ પર તમારૂ રજિસ્ટ્રેશન કરાવો. અહીં PAN નંબર તમારો યુઝર આઈડી હશે.
Step 3:
હવે યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગિન કરો.
Step 4:
વેબસાઈટ પર તમને એક વિકલ્પ જોવા મળશે 'Link Aadhaar', તેના પર ક્લિક કરો.
Step 5:
આ પછી તમારા એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગ પર જાઓ.
પ્રોફાઇલ સેટિંગમાં આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ દેખાશે, તેને પસંદ કરો.
Step 6:
આ પછી તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.


હવે નીચે દર્શાવેલ 'Link Aadhaar' વિકલ્પ પર ક્લિક કરો.
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે.
વધુ નવું વધુ જૂનું