અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ગઢડીયા ગામે કાકા ભત્રીજા પર છરી વડે હુમલો

જસદણના ગઢડીયા ગામે કાકા ભત્રીજા પર છરી વડે હુમલો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના ગઢડિયા ગામે કાકા અને ભત્રીજા પર એક શખ્સે છરી વડે ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં કાકા પર છરી વડે તૂટી પડેલા શખ્સને છોડાવવા જતા ભત્રીજાને પણ છરીનો ઘા ઝીંકી દેતા બંનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના ગઢડિયા ગામે રહેતા નાજાભાઈ ગગજીભાઈ પરમાર નામના 65 વર્ષીય વૃદ્ધ બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા ત્યારે છગન વિઠ્ઠલ કુકડિયા નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને એકાએક નાજાભાઇ પરમાર પર છરી વડે તૂટી પડ્યો હતો.
જાહેરમાં છરી વડે હુમલો થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જે સમયે ત્યાં હાજર અજયભાઈ વિનુભાઈ પરમાર નામના 24 વર્ષીય યુવાન મરમરી થતા ત્યાં જોવા ગયો હતો. તે દરમિયાન અજયભાઈ પરમારે જોતા તેમના કાકા નાગજીભાઈ પરમાર પર જ હુમલો થયાનું નજરે ચડ્યું હતું. જેથી તે બચાવવા જતા છગન કૂકડીયાએ વૃદ્ધના ભત્રીજા અજયભાઈ પરમાર પર પણ છરી વડે તૂટી પડ્યો હતો.
જેથી હુમલામાં ઘવાયેલા કાકા અને ભત્રીજાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં વૃદ્ધની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી તાત્કાલિક ધોરણે આરોપી છગન કુકડિયાને દબોચી આગળની કાર્યવાહી હાથધરી છે.
વધુ નવું વધુ જૂનું