અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

અજય હવે નવા સાહસો અને નવી ફિલ્મો સાથે મેદાનમાં આવશે .

અજય હવે નવા સાહસો અને નવી ફિલ્મો સાથે મેદાનમાં આવશે .
હિંદી ફિલ્મોમાના સૌથી જાણીતા અભિનેતાઓમાંના એક નિર્માતા નિર્દેશક અજય દેવગણનો જન્મ 2 એપ્રિલ 1969 રોજ દિલ્હીમાં થયો હતો.
1991ની ફિલ્મ ફૂલ ઓર કાંટે થી બોલીવુડમાં પ્રવેશનાર અજય ફાઈટ માસ્ટર વિરુ દેવગણના પુત્ર છે.અજયને ફુલ ઓર કાંટે માટે ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ મેલ ડેબૂટ એવોર્ડથી પ્રોત્સાહિત કરાયા હતા તે બાદ અજયની " જીગર " " દિલવાલે " "સુહાગ " " નાજાયઝ " " દિલજલે " " ઇશ્ક " જેવી ફિલ્મો સફળ થઈ .1997 ની મહેશ ભટ્ટની " ઝખમ " માટે અજયને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે .
1999 ની સંજય ભણસાલીની સલમાન એશવર્યાં રાય અને અજયની ત્રિપુટીવાલી ફિલ્મમાં અજય વનરાજની ભૂમિકામાં જમાવટ કરે છે જે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે એક કરવાનો પ્રયાસ કર્યો હોય 
રામગોપાલ વર્માની અંડરવર્લ્ડની કાલ્પનિક કથાવાલી " કંપની "માં અજયે ગેગસ્ટરની યાદગાર ભુમિકા ભજવી દુવાઓમે યાદ રખના "
કંપની માટે અજયને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ક્રિટીકસ એવોર્ડ મળ્યો હતો.તે જ વરસે દીવાનગી માટે શ્રેષ્ઠ ખલનાયકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો .
2003માં રાજકુમાર સતોષીની ભગતસિંઘના જીવન આધારિત ફિલ્મ " ધ લેજેન્ડ ઓફ ભગત સિંઘ ' માટે બીજો નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એકટર 'મળ્યો હતો
અજયની ફિલ્મોની યાદી ટુકમાં જોઈએ " રેઇનકોટ " "ગંગાજલ " ' યુવા " અપહરણ " વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ ' રાજનીતિ " બોલ બચ્ચન " ' સિંઘમ " સિંઘમ રિટનસ અને દ્રશ્યમ ગણી શકાય 
અજયના પિતા વિરુ દેવગણ સ્ટંટ કોરીયોગ્રાફર અને એકશન ફિલ્મના નિર્દેશક પણ છે .માતા વીણા પણ ફિલ્મ નિર્માત્રી છે અજયના ભાઈ અનિલ દેવગણ ફિલ્મ નિર્માતા અને સ્ક્રીન લેખક છે 24 ફેબ્રુઆરી 1999 અજય કાજોલના લગ્ન થયા હતા સંતાનોમાં એક પુત્ર એક પુત્રી છે 
1979 ની ગોલમાલની રિમેક બોલ બચ્ચન 70 કરોડના ખર્ચે બની હતીઅજય હજુ નવા સાહસો નવી ફિલ્મો સાથે મેદાનમાં આવશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું