રમજાન મહિનાથી આપણે શું શીખી બારે મહિના અમલ કરવા જેવો છે ?
પવિત્ર રમજાન મહિનો ચાલુ છે . એક જાતનું પવિત્ર અલોકીક વાતાવરણ રચાઈ જાય છે વહેલી સવારથી સૂર્યોદયથી માંડીને સાંજે મગરીબ સૂર્યાસ્ત સુધી લગભગ પોણા 14 કલાક રોજુ રાખવાનું હોય છે આટલા બધા કલાક અનાજના એક દાણા વગર અરે પાણીના એક ઘુંટ વગર રહેવું ખરેખર ખુબ જ મુશ્કેલ કામ છે
આપણા બધા જ ઘરોમાં વહેલી સવારે ઉઠી આપણી માં બહેનો આપણા માટે પરિવારના નાના મોટા તમામ સભ્યો માટે એમની માંગ મુજબ રોજા માટેની સામગ્રી તૈયાર કરે છે
એક તો ઘરનું બધું કામ પતાવી મહિલાઓને માંડ મોડી રાતે સુવાનું નસીબ થાય છે .એમાં પાછું રાતે મોડા સુઈ વહેલી સવારે ઊઠીને બધી તૈયારીઓ કરવી પડે છે .પાછું પોતાને પણ પાછું રોજુ કરવાનું હોય છે.વળી પાછી સાંજે રોજુ ખોલતી વખતની પણ તૈયારી કરવી પડે છે આમ આખો દિવસ મહિલા વર્ગને જરા પણ શાંતિ આરામ મળતો નથી .સતત આટલી બહારની ગરમી વધારામાં રસોડાની ગરમીમાં ભુખ્યા પ્યાસા રહી બધી જવાબદારી નિભાવવી કઈ ખાવાના ખેલ નથી ખુબ જ સંયમ અને ધીરજ સબર માંગી લે એવું કામ છે.ખરેખર આપણા ઘરની મહિલાઓ સેલ્યુટની સાચી હકદાર છે .પાક પરવરદિગાર આપણા સાથે આપણા ઘરની મહિલાઓના રોજા અને ઈબાદત કબુલ ફરમાવે.
આશરે 14 કલાક પાણી ભોજન વગર રહેવાનું હોય છે કોઈ દાબ દબાણ નહીં .કોઈ ધમકી લાલચ નહીં કોઈ કહેવાવાલું નહીં કોઈ બોલવાવાલુ નહીં.કોઈ તમને રોકવાવાલું નહીં કોઈ દંડ નહીં કોઈ સજા નહીં છતાં દુનિયાભરમાં લાખો પરિવારો સ્વેચ્છાએ રોજા ઈબાદત કરી રહ્યા છે
રોજા રાખનારે પાંચ સમયની નમાજ અદા કરવી પડે છે .નમાજ પહેલા પાક થવા વુજુ કરવી જરૂરી છે .વુજુમાં હાથમાં પાણી અને પ્યાસ હોવા છતાં કોઈ એક ટીપું પાણી પણ પીતું નથી ખરેખર ખુબ જ સબરનું કામ છે .
રોજુ કરવું એટલે માત્ર ભુખ્યા પ્યાસા રહેવું નહી બારે મહિના આપણે મનફાવે તે ખાઈ લઈએ છીએ .શરીરના આંતરિક અવયવોને આરામ આપવાનો છે જેથી આગળનું બધું બરાબર પાચન થઈ જાય શરીરના આંતરિક અવયવોની સર્વિસ થઈ જાય .
તમે રોજુ કરો એટલે શરીરના તમામ અવયવોને સંયમમાં રાખવાના હોય છે આંખ કાન જીભ મોઢું હાથપગ સહિત બધાને અંકુશમાં રાખવાના હોય છે.મોહ માયા લાલચને અંકુશમાં રાખવાની હોય છે
આપણી અંદરની બુરાઈઓનો નાશ કરવાનો છે.આપણું મનોબળ દ્રઢ કરવાનો મોકો હોય છે આપનો આત્મવિશ્વાસ વધારવાની તક હોય છે
જેમને રોજુ કર્યું હોય એમના વાણી વર્તન ચાલ ઢાલમાં એક પ્રકારની સભ્યતા શાલીનતા દેખાય આવે છે .કોઈને અપશબ્દો કહેવાય નહી. કોઈની ફાલતુ ટીકા ગિબત કરવી નહી કોઈની પંચાત કરવી નહી કોઈને એલફેલ બોલવું નહી કોઈની ઉપર ક્રોધ ગુસ્સો કરવો નહી કોઈનું દીલ જાણ્યે કે અજાણ્યે દુઃખાવાય નહી
જરૂરિયાતમંદોને જકાત 100 રૂપિયા પર અઢી રૂપિયા અલગ કાઢી આપવા જ જોઈએ .
આ જકાતનો અમલ માત્ર રમજાન જ નહી બારે મહિના અમલ કરવા જેવો છે જેથી આપના માલમાં વેપારમાં રોજગારમાં બરકત થાય આપણી બલા મુસીબતો આફતો દુર થાય આપણાથી બને તો રોકડ રકમ અનાજનું દાન કરવું જોઈએ .
પાક પવિત્ર કુરાને શરીફ રમજાન મહિના પછી પણ હાથોમાં લેવાના છે બારે મહિના ઈબાદત કરવાની છે બધા સારા નેક કામો બારે મહિના ચાલુ રાખવાના છે
રોજામાં આપણે કેટલી સબરથી કામ લીધું.કેટલી બધી ધીરજ શાંતિ રાખી કેટલી શાંતિથી ઘરના અને વેપારના કામો કર્યા.કશા પણ હોહા કે શોરબકોર વગર આરામથી બધા કામો કર્યા આવી જ રીતે બારે મહિના કામો કરીએ તો આપણી મોટાભાગની તકલીફો મુસીબતો દુર થઇ જાય આપણે હળવાફૂલ બની જઈએ.
પાક પવિત્ર કુરાને શરીફની રોજ તિલાવત કરીએ એ જ પ્રમાણે અમલ કરીએ તો આપણી જિંદગી સરળ અને સીધી બની જાય
બારે મહિના ખોટા કામોથી બચીએ આપણાથી બને એટલી મદદ કરીએ એક સારા અને સાચા ઇન્સાન બનીએ બરાબર મહેનત કરી કામ કરીએ તો ચોક્કસ આપણા વેપારમાં બરકત આવશે અને આવશે જ સારી જબાનમાં વાતો કરીએ કોઈને ખરાબ નુકસાન થયેલો માલ આપીએ નહી સારી ગુણવત્તા સારી કોલીટીનો માલ આપીએ વાજબી ભાવ લઈએ .તો ચોક્કસ ઓછા નફે બહોળો વેપાર થશે
સારા નેક કામો કરવામાં વાર જોવી નહી આજથી હમણાંથી જ શરૂઆત કરી દો.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information