માતાપિતા બન્ને વંદનીય અને પુજનીય છે.
પહેલા બન્ને એકલા હોય છે.પછી પ્રેમમાં પડે છે.એટલે એકના બે થાય છે .બન્ને વચ્ચે સારો મનમેળ હોય છે .થોડો સમય હસીખુશીમાં પસાર થાય છે.પછી એક બાળકનું આગમન થાય છે માતાપિતાની ખુશીમાં ડબલ વધારો થાય છે.
હવે પત્ની કેવી રીતે માં બની જાય છે અને પતિ માત્ર પિતા જ બની રહી જાય છે તે જોજો
પતિ સવારથી સાંજ સુધી ઘર ચલાવવા તનતોડ મહેનત પરિશ્રમ કરે છે.પત્ની ઘરના બધા કામકાજ સંભાળે છે.પત્ની માના હાથમાં કેવો જાદુ છે કેવી સારી સારી વાનગીઓ બનાવીને ખવડાવે છે આખો દિવસ ઘરમાં કામકાજ કરી લે છે અને પિતા માત્ર કમાઈ કરનાર મશીન બનીને રહી જાય છે.
બાળક પડી જતા માતા તરત જ ગળે વળગાડી દે છે પિતા સમજાવે છે બેટા સંભાળીને ચાલો.અહીં પણ પિતા પાછળ રહી જાય છે.
બાળક ભુલ કરે તોફાન કરે કઈ નુકસાન કરે તો માં તરત જ બાળકોનો પક્ષ લઈ બાળકોની સમજદાર માં બની જાય છે અને પિતા પપ્પાને કઈ સમજ પડતી નથી સાંભળનાર પિતા બનીને રહી જાય છે.
માતા વાતોવાતોમાં તારા પપ્પા નારાજ થશે ગુસ્સો કરશે બોલી બાળકોની સારી મિત્ર બની જાય છે અને પિતાનું ચરિત્ર વગર વાંકે વગર ગુને ગુસ્સાવાલા પતિના રૂપમાં બાળકના મનમાં કાયમ માટે ચિતરી કાઢવામાં આવે છે.
માના આંસુમાં બાળકને પ્યાર મમતા દેખાઈ છે અને પિતાના આંસુ ઘરવાલા તો ઠીક આખા જગતને કોઈ દિવસ દેખાતા નથી એટલે માં આગળ અને પિતા પાછળ રહી જાય છે કેમ કે પિતાની આંખોના આંસુ બતાવી શકે એવી કોઈ ટેકનોલોજી આપણે 21 મી સદીમાં પણ શોધી શક્યા નથી અને શોધી શકવાના પણ નથી એટલે આંસુ પાડનાર માં આગળ અને કાયમ ચુપ રહેનાર પિતા અહીં પણ પાછળ રહી જાય છે
માં બાળકને નવ મહિના પેટમાં રાખે છે .માતા સાથે પિતા પણ આ નવ મહિના આવનાર બાળકની માતા જેટલી જ કાળજી લે છે ફિકર કરે છે માં જન્મ આપી દે છે પિતા બીજા 25 વરસ બાળક મોટું થઈ સમજદાર પોતાના પગ પર ઊભો રહે ત્યાં સુધી તન મન અને ધન થાક ભુખ ઉજાગરો વેઠે છે છતાં ગુણગાન તો માં ના જ થાય છે તારીફ માની જ થાય છે અહીં માતા બાળકોની લાડકી માતા અને પિતા અળખામણા બનીને રહી જાય છે
માં બાળકો સાથે ઘર સંભાળે છે પિતા પોતાની બધી જ કમાણી ઘરમાં પરિવાર માટે ખર્ચી કાઢે છે છતાં માં જ આગળ અને પિતા પાછળ રહી જાય છે.
માં બાળકને ભાવે તેવી વાનગીઓ બનાવી અન્નપૂર્ણા બની જાય છે અને વાનગીઓ માટે રૂપિયા લાવનાર પિતા પાછળ રહી જાય છે
માનો કબાટ ઠસોઠસ સાડીઓ અને દગીનાઓથી ભરેલો હોય છે અને પિતા પાસે સારા પ્રસંગે પહેરવા બે જોડી સારા કપડાં હોતા નથી છતાં માં જ સારી એમને તો લઘરવઘર દેખાવાની ટેવ છે કઈ સમજ પડતી નથી મારુ કેટલું ખરાબ દેખાય સાંભળી પિતા ચુપ રહે છે.
પિતાને આજે પહેરેલો શર્ટ કાલે પણ ચાલી જાય છે પણ માતાને હંમેશા કપડાં દાગીના ચંપલ સેન્ડલ ઓછી જ પડે છે પછી ભલે ને વરસમાં એક વખત પણ પહેરતા ના હોય.
પિતા પત્ની વડીલ માતાપિતા અને બાળકો માટે 24/7 ચુપચાપ કામ કર્યા જાય છે દુનિયામાં સતત આગળ આવવાની કોશિશ કરે છે પણ પરિવારની હમેશા પાછળ હિમાલય જેમ અડગ અને ટટ્ટાર ઊભા જ હોય છે તેમને જોવાની તકલીફ આ પરિવાર દુનિયા ક્યારે લેશે?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information