અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

એક ક્રાંતિકારી બગાવતી શાયર સાહિર લુધાયાનવી.

એક ક્રાંતિકારી બગાવતી શાયર સાહિર લુધાયાનવી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 8 માર્ચ 1921 ના દિવસે પંજાબના લુધિયાણાના કરીમપુરા જન્મેલા અબ્દુલ હઇ ફઝલ મહેમુદ આગળ જઇ ઘરઘરમાં પોતાના શબ્દોના બળે પોતાનું નામ અમર કરશે એવી કલ્પના કોઈએ કરી નહોતી.
સાહિર તેમની માતાને ખુબ ચાહે છે પિતાને નફરત કરે છે તેમની રચનાઓમાં મહિલાઓ પ્રત્યે માનસન્માન દેખાઈ આવે છે માતાપિતાના ઝઘડા જોતા આવેલા સાહિર આજીવન અપરણીનીત રહ્યા હતા અમૃતા પ્રીતમ અને સુધા મલ્હોત્રા સાહિરના સ્ત્રી મિત્રો હતા એમ કહેવાય છે કે અમૃતા સાહિરે પીને છોડેલી એથી સિગારેટ પી લેતા હતા 
1943 માં સાહિર લાહોરમાં સ્થાયી થયા હતા ત્યાં સાહિરે પોતાનો પહેલો ઉર્દુ સંગ્રહ તલખિયા ( કડવાહત) પ્રકાશિત કર્યો સાહિરે લાહોરમાં અદબ એ લતીફ સવેરા જેવી ઉર્દુ પત્રિકાઓનું સંપાદન પણ કર્યું સામ્યવાદના સમર્થનમાં સાહિરે આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે પાક સરકારે સાહિર સામે ધરપકડ વોરંટ કાઢ્યું હતું ભાગલા પછી સાહિર 1949 માં મુંબઈ અંધેરીમાં સ્થાયી થયા.મુંબઈમાં સાહિરના પાડોશીઓમાં ગીતકાર ગુલઝાર અને જાણીતા ઉર્દુ સાહિત્યકાર કૃષ્ણ ચંદર હતા 1970 માં સાહિરે પરછાઇયા નામનો બંગલો બનાવ્યો હતો જેમાં છેલ્લે સુધી રહ્યા હતા 
સાહિર બોલીવુડમાં 1949 ની આઝાદી કી રાહના ચાર ગીતોથી કરી પણ સાહિરને ઓળખ 1951 માં આવેલી નોજવાન ફિલ્મથી મળી દાદા સચિનદેવ બર્મન સાથે બાઝીની સફળતા પછી એસ.ડી .બર્મન સાહિર અને ગુરુદતે ધુમ મચાવી ગુરુની પ્યાસા પછી સાહિર અને બર્મનદાદા અલગ થઈ ગયા 
પ્યાસમાં વિજય નામના શાયરનું પાત્ર ગુરુદતે ભજવ્યું હતું 
સાહિરે સંગીતકાર રવિ ખય્યામ રોશન દત્તા નાયક સાથે પણ કામ કર્યું છે દત્તા નાયક સાથે સાહિરે 1956 ની ચંદ્રકાંતા 1959 ની સાધના 1959 ની ધુલ કા ફૂલમાં કામ કર્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે મન કી આંખે ઈજ્જત દાસ્તાન અને સુપરહીટ દાગમાં કામ કર્યું 1950 થી બી .આર .ચોપરા સાથે ઠેઠ ઇન્સાફ કા તરાઝુ સુધી કામ કર્યું 
ખય્યામ સાથે ત્રિશુલ અને કભી કભી સુપર દુપર હિટ રહ્યા ઓ
સાહિરને પહેલો ફિલ્મફેર એવોર્ડ 1963ની તાજમહેલના ગીતો માટે અને બીજો ફિલ્મફેર એવોર્ડ યશ ચોપરાની અભિતાભવાલી કભી કભી ના મેં પલ દો પલ કા શાયર હું માટે મળ્યો હતો
1971માં સરકારે સાહિરને પદ્મશ્રી નવાજ્યા હતા 
સાહિર પહેલા ઓલ ઇન્ડિયા રેડીઓ પર ગીતકારોનું નામ ગીત પહેલા બોલાતું નહોતું સાહિરે લડત ચલાવી ઓલઇન્ડિયા રેડીઓ પર ગીતકારોને ક્રેડિટ અને માન સન્માન અપાવ્યા.
આપણા લતા સાથે રોયલ્ટી મુદ્દે મતભેદ થતા સાહિરે લતા કરતા એક રૂપિયો વધારે લઈ પોતાનો કક્કો ખરો કર્યો હતો.
સાહિર ખરા અર્થમાં શબ્દોના જાદુગર હતા .સીધા શબ્દોમાં વેધક ચીરી નાખતી હૈયું વલોવતી રજુઆત કરતા હતા તમે સાહિરની કોઈ રચના સાંભળી ઊંડા વિચારમગ્ન ના થઇ જાવ તો તો એ સાહિરની રચના ના હોય.
યે દુનિયા અગર મીલ ભી જાયે તો ક્યાં હે?
ઓરતને મરદો કો જન્મ દિયા.
મેં પલ દો પલ કા શાયર હું
કભી કભી મેરે દિલમે યે ખ્યાલ આતા હે 
ધુલ કા ફૂલની અમર રચના તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગામાં નફરત જો શિખાયે વો ધરમ તેરા નહીં હે સાહિર સિવાય બીજું કોણ રચી શકે સાહિરના ગીતોમાં તમને સમાજ સામે રિતિ રિવાજ સામે બંડ આક્રોશ દેખાશે.ત્રિશુલનું મોહબત બડે કામ કીમાં તમને પ્રેમ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સાહિર સીવાય કોણ રચી શકે 
પ્રણયગીતોમાં પણ સાહિર ખુબ ખીલ્યાં હતા કભી કભીમાં રિશી અને નિતુસિંઘ પર ફિલ્માવેલા ગીતો ફરી એક વખત સાંભળી જજો 
સાહિરનું માથાફરેલ વર્તન આપણને બહુ સારા મનનીય અને ચિંતનીય ગીતો આપ્યા છે
શબ્દોના આ સાચા શિલ્પી સાચા કસબી સાહિરને સુપર દુપર સેલ્યુટ
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું